May 17, 2024

કોંગ્રેસે આતંકવાદીઓને બચાવ્યાં, અનામત છીનવી મુસ્લિમને આપવાનો એજન્ડાઃ જામનગરમાં PM

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે જામનગરમાં અંતિમ સભા સંબોધન કરી રહ્યા છે. સભા પહેલાં તેઓ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાને મળવા માટે પહોંચ્યા હતા. ત્યાં જામ સાહેબે તેમનું પાઘ પહેરાવી સન્માન કર્યું હતું. તેઓ તે જ પાઘડી પહેરી સંબોધન કરી રહ્યા છે.

પાઘડી પહેરીને આવવા બાબતે તેઓ કહે છે કે, હું અહીં આવતા પહેલાં જામસાહેબના દર્શન કરવા માટે ગયો હતો. તેમણે મને પાઘડી પહેરાવી હતી. જામસાહેબની પાઘડી મોટો પ્રસાદ છે. જામનગર સાથેનો મારો જૂનો સંબંધ છે. ગયા બે દિવસથી ગુજરાતમાં ફરી રહ્યો છું. આમ તો ગુજરાતમાં વોટ માગવા ના આવવાનું હોય. મને ઘણા કહેતા હતા કે તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે. મેં કહ્યું પ્રચારમાં પ્રેમમાં ફરક હોય. હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું. ગુજરાતની ધરતી એ આશિર્વાદ આપ્યા છે તે મોટી મૂડી છે. અનેક જૂની વાતો તાજી થઈ છે.

ભૂચર મોરીના યુદ્ધની વાત કરતા તેઓ કહે છે કે, મને ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યાં. પછી મને કોઈએ કાનમાં કહ્યું, સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો. આ તો મારું કર્તવ્ય છીએ એટલે આવ્યા છીએ. ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરો શહિદ થયા. પાળિયા પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીના કાનમાં ભેળવી દીધું છે કે, ત્યાં આવો તો મુખ્યમંત્રી પદ જતું રહે એટલે એકેય મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું મારા ક્ષત્રિય સમાજના બલિદાન સામે કોઈ કિંમત નથી. હું આવ્યો અને ખૂબ ઠાઠથી કાર્યક્રમને વધાવ્યો પણ ખરો અને વધાર્યો પણ ખરો. જામનગર સાથેની મારી અનેક યાદો સાથે ફરી જ્યારે જામનગર આવ્યો છું. ત્યારે અનેક વાતો કરવાનો મૂડ છે.

રાજપરિવારનું મ્યુઝિયમ બનાવવાની જાહેરાત
તેઓ કહે છે કે, રાજા મહારાજાઓએ અખંડ ભારત માટે રજવાડા આપી દીધા હતા. 75 વર્ષ પછી પણ આ ઘટનાને નકારી દેવામાં આવી. આજે પણ શાહજાદો જે ભાષા વાપરે છે તે આ દેશ નથી સ્વીકારી શકતો. મેં ભારતની એકતમાં સરદાર પટેલના યોગદાન રહ્યું છે અને દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યૂ બનાવ્યું. ત્યાં જ રાજપરિવારોનું મ્યુઝિયમ બનાવી રહ્યું છે. આઝાદીના આટલા વર્ષો પછી કોઈને યાદ ના આવ્યું, પણ મને આવ્યું. હું ઇતિહાસની મહાનતાને પૂજનારો વ્યક્તિ છું. હું જાણું છું કે જે ઇતિહાસ ભૂલી જાય છે તે ઇતિહાસ બનાવી શકતા નથી.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
શહજાદા અને તેની ઇકોસિસ્ટમ વિદેશમાં જઈને ભારતને બદનામ કરવા માટે લાંબા લાંબા ભાષણ આપે છે.કોંગ્રેસ સત્તા છોડી ત્યારે દુનિયામાં આપણી અર્થવ્યવસ્થા 11મા નંબરે હતી. દેશ આઝાદ હતો ત્યારે આપણે છઠ્ઠા પર હતા. આ લોકો ત્યાંથી 11 પર લઈ ગયા. ત્યારપછી એક ચાવાળો આવ્યો… તેના લોહીમાં ગુજરાતીપણું હતું. દુનિયામાં 11મા નંબરની ઇકોનોમીને 5મા નંબરે પહોંચાડી દીધી. મને તમારા આશિર્વાદનો સત્તાસુખ માટે નથી જોઈતો. પદપ્રતિષ્ઠા માટે નથી જોતો. મોદી ક્યારેય તેના માટે જીવ્યો નથી, ક્યારેય સપના જોતો નથી. મોદી તમારી પાસેથી આશિર્વાદ માગી ર્હયો છે. મનમાં એત સંકલ્પ છે. એ સંકલ્પ મારે ત્રીજી ટર્મમાં પૂરો કરવો છે. મારો સંકલ્પ છે કે, હિન્દુસ્તાનને દુનિયાની પહેલી ત્રણ અર્થવ્યવસ્થામાં લાવીને રાખીશ. તમે કલ્પના કરો કે, ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. ત્યારે દુનિયા આપણને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાંખશે.

કોંગ્રેસે આતંકવાદીઓને બચાવ્યાંઃ મોદી
દેશમાં પહેલાં આતંકીઓની વાત થાય ત્યારે અલગાવવાદી જેહાદીઓની મેજબાની ત્યારના પ્રધાનમંત્રી કરતા હતા. તસવીરો હાજર છે. 26/11ના હુમલા બાદ કસાબ અને બીજા આતંકીને બચાવવા માટે કોંગ્રેસી નેતાઓ આગળ આવ્યા હતા. તેમના માટે બુક લખવામાં આવી. કોંગ્રેસના નેતાઓએ પબ્લિશ કરી. કોંગ્રેસની મેડમની આંખોમાં આતંકવાદીઓના મોત થતા આંસુ નીકળતા હતા. સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ સુધી આતંકવાદીને બચાવવા માટે પહોંચ્યા હ તા. હવે આ લોકો વોટજેહાદ કરવાની બૂમો પાડે છે. કોંગ્રેસ પાર્ટી બે રણનીતિ પર ચૂંટણી લડે છે. પહેલી જાતિના નામે સમાજમાં ભાગલા પડાવવાના. બીજું તુષ્ટિકરણની રીતે વોટબેન્ક ઊભી કરવી.

‘કોંગ્રેસનો એજન્ડા અનામત છીનવી મુસ્લિમને આપવાનો’
પહેલાં દલિત, કોંગ્રેસ અને આદિવાસીઓની અનામતને લઈને અફવાઓ ફેલાવવાની ચાલુ કરી દીધી હતી. તેને ચૂંટણી એજન્ડા બનાવવી કોશિશ કરી. ત્યારે હવે કોંગ્રેસ અનામત વિરોધી કામમાં લાગી ગઈ છે. કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીનું અનામત છીનવીને, અન્યાય કરીને ધર્મના આધારે અનામત માટે સંવિધાન બદલવા અને મુસ્લિમોને અનામત આપવા માટે તૈયારી કરી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસે રાતોરાત ફતવો જાહેર કર્યો કે, કર્ણાટકના મુસ્લિમ સમાજના લોકોને રાતોરાત ઓબીસી ઘોષિત કરી નાંખ્યા. કર્ણાટકમાં 27 ટકા રિઝર્વેશન ઓબીસી સમાજને મળ્યું હતું. તે રાતોરાત તેમાં ઘુસણખોરી કરી અને ઓબીસી સમાજનો હિસ્સો લૂંટી લીધો અને ધર્મના આધારે અનામત આપી અન્યાય કર્યો.

તેઓ કહે છે કે, જ્યાં સુધી મોદી જીવતો છે, ત્યાં સુધી આ દેશને ફરીથી ધર્મને આધારે હું વહેંચાવા નહીં દઉં. ધર્મને આધારે દલિત, આદિવાસી અને બક્ષીપંચને અન્યાય નહીં થવા દઉં. કોંગ્રેસ જવાબ આપવાની જગ્યાએ મોઢું સંતાડી રહી છે. કોંગ્રેસના લોકો, શાહજાદા અને ઇકોસિસ્ટમ આપણી આસ્થા પર હુમલો કરવાનો એકેય મોકો નથી છોડતી.