November 21, 2024

જાણો જીવન રેખા સાથે જોડાયેલા આ રહસ્યો

Jeevan Rekha: સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે જીવન રેખા ઉંમર અને તેની સાથે જોડાયેલ અનેક રહસ્યો જણાવે છે. હાથ ઉપર રહેલી જીવન રેખા જણાવે છે કે આપણું જીવન કેટલા સમય સુધી છે અને સ્વાસ્થ્ય કેવું રહેશે. આવો જાણીએ તેની સાથે જોડાયેલ કેટલીક ખાસ વાત વિશે.

જીવન રેખા શુભ માનવામાં આવે
તમે તમારી આસપાસ એવા ઘણા લોકોને જોયા હશે જે પોતાનું કંઈ ખાસ ધ્યાન રાખતા નથી. પરંતુ એમ છતાં તેઓ બિમાર પડતા નથી. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. તમારી હથેળીમાં તમે જીવન રેખા ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે. તે ઊંડી હોય છે અને તેના પર ત્રિકોણ આકાર હોય છે. આવા લોકોનું જીવન ખુબ સુખી હોય છે અને સ્વસ્થ હોય છે. આ લોકોનું આયુષ્ય ઘણું લાબું હોય છે. આવો જાણીએ કે ક્યાં જીવન રેખા છે અને કઈ જીવન રેખા શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: કાર નવી હોય કે જૂની આટલી કાળજી રાખશો તો ગેરેજમાં ખર્ચાતા પૈસા બચી જશે

શરૂઆતમાં ઘણી રેખા
જો હથેળી પર જીવન રેખાની શરૂઆતમાં ઘણી રેખાઓ હોય તો તેનો મતલબ એ થાય છે કે તેને વધારે સંઘર્ષ કરવાનો વારો આવી શકે છે. આવી વ્યક્તિને અનેક અકસ્માતોનો સામનો પણ કરવો પડી શકે છે.

જીવન રેખા તૂટેલી અર્થ
તૂટેલી જીવન રેખાનો મતલબ એ થાય છે કે વ્યક્તિના જીવનમાં વારંવાર કટોકટી આવે છે. તેની તબિયત પણ વારંવાર ખરાબ થાય છે. આવા લોકોને મોસમી રોગ પણ હંમેશા થતા રહે છે.

જીવન રેખાના અંતે ક્રોસ માર્ક
હથેળીમાં જીવન રેખાના અંતમાં ક્રોસ અથવા ગુણાકાર જેવું ચિહ્ન બનતું હોય છે તો તે વાતનો સંકેત છે કે વ્યક્તિને તેના જીવનના અંતિમ સમયગાળા સુધીમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.