October 19, 2024

Jioનો સસ્તો રિચાર્જ પ્લાન, વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટ મળશે મુક્તિ

Jio New Recharge Plan: જેમ સોનાના ભાવમાં વધારો થાય તેમ સીમકાર્ડ રિચાર્જના ભાવમાં વધારો થઈ રહ્યો છે. માણસોને આજે નેટની આદત પડી ગઈ છે. જેના કારણે હવે તેના વગર રહેવું કદાચ કોઈથી શક્ય લાગ્તું નથી. હવે લોકોને મોટો ઝટકો આપ્યા બાદ જિયો ટીમ નવા નવા પ્લાન માર્કેટમાં લાવી રહ્યું છે. જેમાં તમને ફ્રી કોલિંગ, ડેટા અને OTT સબસ્ક્રિપ્શન મળે છે. આવો જાણીએ કે આ પ્લાન વિશે જે તમને પડશે સસ્તો.

આ રિચાર્જ કરો
જો તમે પણ Jio યુઝર છો અને એક સસ્તો પ્લાન શોધી રહ્યા છો. તો આ માહિતી તમારા માટે છે. અમે જે પ્લાન વિશે તમને જણાવીશું તેમાં તમને ફ્રી કૉલિંગ, ડેટા, SMS અને OTT સબસ્ક્રિપ્શન મળશે. જોકે તમારે વારંવાર રિચાર્જ કરાવવાની પણ ઝંઝટ નહીં રહે. Jio ના જે રિચાર્જ પ્લાન વિશે અમે વાત કરી રહ્યા છીએ તે 1029 રૂપિયાનો છે. આમાં, કંપની તમને 84 દિવસની લાંબી વેલિડિટી છે. જેમાં તમને પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. જેમાં તમને કુલ 168GB ડેટા મળે છે. તમે દરરોજ 2GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: ‘X’માં આવ્યું ફરી નવું અપડેટ, બ્લોક થશો તો પણ આ ફાયદો

આ ફાયદો થશે
Jioનો આ રિચાર્જ પ્લાન તેના લાખો યુઝર્સને એમેઝોન પ્રાઇમનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. આ સાથે તમને Jio સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. અન્ય નિયમિત યોજનાઓની જેમ, તે Jio TV અને Jio Cloudની ઍક્સેસ પણ આપવામાં આવે છે. Jioનો આ રિચાર્જ પ્લાન અમર્યાદિત સાચી 5G ડેટા આપવામાં આવે છે. જો તમારા વિસ્તારમાં 5G ડેટા આવે છે તો તમે ફ્રિમાં 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. જો તમે Amazon Prime Video સાથે OTT સ્ટ્રીમિંગ કરો છો અને પ્રાઇમ સબસ્ક્રિપ્શન ખરીદો છો, તો હવે તમારે તેના માટે અલગથી ખર્ચ કરવાની જરૂર નહીં પડે.