November 22, 2024

આંખના ઓપરેશન માટે આવેલા દર્દીઓને BJPના સભ્ય બનાવ્યા, વીડિયો વાયરલ

રાજકોટઃ શહેરમાં આવેલી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ સમગ્ર મામલે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી.

તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે, ‘જૂનાગઢમાં 16 ઓક્ટોબરના રોજ અમારો નિઃશુલ્ક કેમ્પ હતો. આંખના ઓપરેશન માટે જુનાગઢમાં નિઃશુકલ કેમ્પ યોજાયો હતો. ડો. ચીખલિયા દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ત્રિમૂર્તિ હોસ્પિટલમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાયરલ વીડિયો મામલે અમે તપાસ કરાવી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, આંખના ઓપરેશન માટે આવેલા દર્દીઓને બીજેપીના સભ્યો બનાવી દીધા હતા. સૂતા વ્યક્તિઓને જગાડીને બીજેપીના સભ્યો બનાવવામાં આવ્યા હતા. જૂનાગઢના કમલેશ ઠુમ્મર નામના દર્દીએ મોબાઈલમાં વીડિયો ઉતારી લેતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

આ વીડિયો દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે, ઉપર લેવલથી ભાજપના ધારાસભ્યનોને સભ્ય નોંધણી માટે કઈ હદે પ્રેશર આપવામાં આવતું હશે. રણછોડદાસ ટ્રસ્ટની હોસ્પિટલ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવશે અને બીજેપીના નેતાઓને પણ જાણ કરાશે.