November 24, 2024

370ની કલમ હટાવ્યા પછી પહેલીવાર PM મોદી પહોંચ્યા કાશ્મીર

વડાપ્રધાન મોદી કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે.

જમ્મુ-કાશ્મીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીનગરની ઐતિહાસિક મુલાકાતે છે. તમને જણાવી દઈએ કે કલમ 370 હટાવ્યા બાદ પીએમ મોદીની શ્રીનગરની આ પ્રથમ મુલાકાત છે. સ્થાનિક લોકોને મોદીની કોઈ મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી હાલ કાશ્મીર પહોંચી ગયા છે.

કાશ્મીરની મુલાકાતે વડાપ્રધાન
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ આજે વડાપ્રધાન પ્રથમ વખત કાશ્મીર પહોંચ્યા છે. તમને જણાવી દઈએ આજના દિવસે દુલ્હનની જેમ કાશ્મીરને સજાવવામાં આવ્યું છે. સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આજે રેલીનું આયોજન કરવામાં આવશે. જેમાં અંદાજ પ્રમાણે આ રેલીમાં 2 લાખ લોકો આવવાની શક્યતા જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી મોદી આજે 6400 કરોડના પ્રોજેક્ટ્સ જાહેરાત કરશે.

શું કરશે જાહેરાત?
સમગ્ર દેશમાં કૃષિ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે બક્ષી સ્ટેડિયમમાંથી રૂપિયા 5000 કરોડની યોજનાની જાહેરાત કરવામાં આવશે. 2000 કિસાન ખિદમત હોમની સ્થાપના કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના 2.5 લાખ ખેડૂતોનો કૌશલ્ય વિકાસ દક્ષ કલશ યોજના હેઠળ કરવામાં આવશે. હઝરતબલ દરગાહના વિકાસ માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. સ્વદેશ દર્શન યોજના હેઠળ જમ્મુ-કાશ્મીરમાં 1400 કરોડ રૂપિયાના ખર્ચે 52 પ્રવાસન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શ્રીનગર શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમથી લઈને જેલમ સુધી દરેક જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત આજે જોવા મળી રહ્યા છે. પીએમના સમગ્ર રૂટને સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં પ્રવેશ મામલે પાસ રાખવામાં આવ્યા છે જેમાં એવા લોકો જ પ્રવેશ મેળવી શકશે જેમના જોડે એ પાસ હોય.