November 22, 2024

‘તારીખ પે તારીખ’ પણ કેજરીવાલ ED સમક્ષ હાજર ન થયા

દિલ્હી: એકબાજુ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓની સમસ્યાઓ ઓછી થઈ રહી નથી. ED વારંવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલી રહ્યું છે પરંતુ તેઓ જતા નથી. આજે પણ તેમને ED સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ તેઓ ગયા નથી. ત્યારબાદ કેજરીવાલે એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ED પોતે આ અંગે કોર્ટમાં ગઈ છે અને હવે તેણે વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

અગાઉ 5 સમન્સ મોકલ્યા
EDએ કેજરીવાલને 31 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ED દ્વારા સતત સમન્સ જાહેર કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે, આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેને પૂછપરછના બહાને બોલાવીને તેની ધરપકડ કરવા માગે છે. બીજી બાજુ AAPનું કહેવું છે કે, જો ED પૂછપરછ કરવા માગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને આપી શકે છે.

EDના સમન્સ ગેરકાદેસર: કેજરીવાલ
EDને મોકલવામાં આવેલા પત્રમાં કેજરીવાલે કહ્યુ હતુ કે, તેઓ દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છે, પરંતુ આ ED સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. તેમણે રાજકીય રીતે પ્રેરિત ગણાવીને તેને પાછાં ખેંચવાની માગ કરી હતી. અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે, મેં મારું જીવન ઈમાનદારી અને પારદર્શિતા સાથે જીવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.

શું છે દિલ્હી દારૂ કૌભાંડ?
નવી લિકર પોલિસી 2021-22માં દિલ્હીમાં અમલમાં આવી હતી. ત્યારબાદ નવી પોલિસીમાં ડીલરોને ફાયદો આપવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમાં નવી પોલિસીમાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવી નીતિના કારણે 144 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારપછી આરોપી વિજય નાયરની ધરપકડ કરી અને હવે એકબાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ હવે કેજરીવાલને ત્રીજી વખત સમન્સ આપવામાં આવ્યું છે. પરંતુ કેજરીવાલ હાજર ગયા નહોતા. હવે એવી વાત આપના નેતાઓ કહી રહ્યા છે કે, કેજરીવાલના ઘરે EDના દરોડા આજે તારીખ 4-1-2024 ના પડી શકે છે.