MPમાં આજે વરસાદની સંભાવના, ગુજરાતમાં તાપમાન વધવાની શક્યતા
દિલ્હી: દેશમાં હવે ઉનાળો આવી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યાં આ વચ્ચે ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરી છે. આજના દિવસે ઝારખંડ અને ઓડિશા અને બિહારમાં વરસાદની સાથે કરાની આગાહી કરવામાં આવી છે. જાણો ગુજરાતમાં હવામાન વિભાગે શું આગાહી કરી છે.
આ આપી આગાહી
IMD અનુસાર 18 અને 19 માર્ચે દેશના ઘણા રાજ્યમાં વરસાદ પડી શકે છે. આ સિવાય દિલ્હી-એનસીઆરના હવામાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નથી. આગામી ત્રણ દિવસ દરમિયાન દિલ્હી-NCRમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા હવામાને વ્યક્ત કરી છે. છત્તીસગઢમાં પણ વરસાદ અને કરા પડી શકે છે. ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. 19 માર્ચે ગંગાના પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં હવામાન વિભાગે આપી આગાહી
ગુજરાતમાં હાલ સવારે ઠંડી પડી રહી છે અને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં તાપમાન વધી શકે છે. સૌથી વધારે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ સપ્તાહમાં વાતાવરણ શુષ્ક જોવા મળશે. વરસાદનું હાલ કોઇ ચોક્કસ અનુમાન કાઢવું મુશ્કેલ છે. આગામી પાંચ દિવસમાં લઘુત્ત્મ અને મહત્ત્મ તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
અંબાલાલ પટેલે આપી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. માર્ચથી મે મહિનામાં પવનની ગતિ તેજ રહેશે. અંબાલાલ પટેલે આગાહી આપી તે પ્રમાણે માર્ચથી એપ્રિલ મહિનામાં આંધી વંટોળ, પવનના તોફાનો, વીજળીના ચમકારા જોવા મળશે.