March 12, 2025

કચ્છમાં પોલીસના 175 કર્મચારીઓને સાયબર ક્રાઇમ અંગેની તાલીમ અપાઈ

કચ્છ: આજના ડિજિટલ યુગમાં સાયબર અટેક્સ વધી રહ્યા છે ત્યારે સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા વધતા જતા સાયબર ક્રાઈમને રોકવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર સંબંધી અભ્યાસ ધરાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓને સાયબર ક્રાઈમને લગતા અલગ-અલગ વિષયોની તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રિસોર્સ પર્સન દ્વારા સાયબર ક્રાઇમ સબંધિત તાલીમ આપવામાં આવી રહી છે.

ભુજના પોલીસ હેડ કવાર્ટર ખાતેના તાલીમ ભવન ખાતે કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. કલ્પના સતીજા દ્વારા પોલીસના 175 જેટલા કોમ્પ્યુટર સંબંધી અભ્યાસ ધરાવતા કર્મચારીઓને સાયબર ક્રાઈમ અંગે તાલીમ આપવામાં આવી હતી અને સાયબર એટેક્સ રોકવા તેમજ લોકોને મદદરૂપ થવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પણ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. વર્ષ 2024 પછી 1.31 લાખ સાયબર ક્રાઇમ થયા છે જેમાં 1200 કરોડ જેટલા રૂપિયાનું લોકો સાથે સ્કેમ થયું હતું જે દેશ માટે હાઈ એલર્ટ સ્કેમ હતું.જેને રોકવા માટે ગુજરાત સાયબર ક્રાઈમ સેલ દ્વારા પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઈમ સબંધિત તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ સ્કેમ થઈ રહ્યા છે જેમાં કોલ રેકોર્ડિંગ, નાણાકીય ફ્રોડ થઈ રહ્યા છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે પણ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. જ્યારે લોકોને આ બાબતે જાગૃત કરવા માટે પોલીસ વિભાગ પણ હવે મુહિમ ચલાવી રહ્યું છે. લોકોને આજના આધુનિક યુગમાં ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થઈ રહેલા સ્કેમથી ખૂબ સાચવીને રહેવું જરૂરી છે.

બોડર રેન્જ આ અંતર્ગત આવતા ચાર જિલ્લાઓ છે જેમાં પશ્ચિમ કચ્છ બોર્ડર રેન્જના અને પાટણ અને બનાસકાંઠા વિસ્તારના પોલીસ કર્મચારીઓ કે જેઓ ટેકનિકલ લાયકાત ધરાવે છે તેઓ માટે સાઇબર ક્રાઇમ ને રોકવા માટેની તાલીમના આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીબનો મુખ્ય ઉદ્દેશ છે એ જે પોલીસ કર્મચારીઓ ટેકનિકલ નોલેજ ધરાવે છે અને ટેકનીકલ બેકગ્રાઉન્ડના આધારે પોલીસમાં ભરતી થયા છે.જેઓ ટેકનિકલ તાલીમ મેળવીને ભવિષ્યમાં સાયબર કમાન્ડો તરીકે ઉભરી આવે અને લોકો સાથે થતી છેતરપિંડી રોકી શકે.

આજે સાયબર એટેકર્સ દર વખતે નવી નવી મોડસ ઓપરેન્ડી લઈ આવીને સાયબર ક્રાઇમ કરી રહ્યા છે.જ્યાં સુધી સાયબર ક્રાઈમ કરવાની એક મોડસ ઓપરેન્ડી ઝડપાય ત્યાં બીજી મોડસ ઓપરેન્ડી આવી જાય છે. જેથી આ તાલીમ મારફતે પોલીસ કર્મચારીઓને પ્રશિક્ષણ આપીને સાયબર ક્રાઇમને અટકાવવા પ્રયત્નો કરી શકાય. આજે લોકો પણ જાણતા અજાણતા પોતાના ખાનગી પાસવર્ડ બેંકના ઓટીપી તેમજ અજાણી લિંક ઉપર ક્લિક કરીને સાયબર ક્રાઇમ નો ભોગ બનતા હોય છે ત્યારે લોકોએ પણ જાતે જાગૃત રહીને સાયબર ક્રાઇમ થતું અટકાવવું જોઈશે.