November 21, 2024

લવિંગ વાળનો વધારશે ગ્રોથ, આ રીતે કરો ઉપયોગ

Laung In Hair Growth: લવિંગ બિરયાની અથવા પુલાવમાં લોકોને પસંદ હોય છે. પરંતુ શું તમને ખબર છે લવિંગ તમારા સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. લવિંગમાં ઘણા એવા પોષક તત્વો છે જે તમારા વાળને ફાયદાકારક છે. આવો જાણીએ કે વાળ માટે લવિંગ કેવી રીતે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

પોષક તત્વોથી ભરપૂર
લવિંગ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લવિંગમાં એવા પોષક હોય છે જે તમારા વાળનો ગ્રોથ વધારી દેશે અને વાળ સફેદ થતા અટકાવી દેશએ. ઝેનોલ નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે જે વાળના મૂળને પોષણ આપે છે. લવિંગના કારણે તમારા વાળનો વિકાસ વધી જશે. આવો જાણી કે લવિંગનો ઉપયોગ તમારા વાળ માટે કેવી રીતે કરશો.

આ પણ વાંચો:  આ ફળ અને શાકભાજીની છાલ તમારા ચહેરા પર લાવશે ગ્લો

લવિંગનું પાણી આ રીતે બનાવો
લવિંગનું પાણી બનાવવા માટે, 6-7 લવિંગને ઉકળતા પાણીમાં 10-15 મિનિટ સુધી ઉકાળવાનું રહેશે. આ પછી તેને માટીના વાસણમાં ઢાંકીને આખી રાત રહેવા દો.આ પાણી તમારે રોજ સવારે ઉઠીને પીવાનું રહેશે. લવિંગના પાણીનો ઉપયોગ સ્પ્રે અથવા તમારા શેમ્પૂમાં ઉમેરીને શકો છો. લવિંગના પાણીમાં તમે રોઝમેરી મિક્સ કરી શકો છો જેનાથી તમારા વાળનો ઝડપથી ફાયદો થશે.