November 22, 2024

રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહની લટાર, Video થયો વાયરલ

રાજુલા: ગીર સોમનાથ પંથકમાંથી સિંહના લટારના વીડિયો વાયરલ થતાં રહે છે. ત્યારે વધુ એક સિંહનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામનાં રોડ પર સિંહ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના લટર મારતા વીડિયો વાયરલ થયા છે. આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં સિંહનો લટાર મારતો વાયરલ થયો છે. રાજુલાના કોવાયા ગામમાં સિંહ લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયુવેગે વાયરલ થયો છે. સિંહ શિકારના શોધમાં નીકળ્યાં હતો. સિંહનો વીડિયો સ્થાનિક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, અવારનવાર રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. અમરેલી,જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સિંહના વીડિયો સામે આવે છે. તો કેટલીક વખત સિંહને પજવણી કરતા વીડિયો પણ વાયરલ થતા રહે છે. જેને લઇને ઘણી વખત વન વિભાગ દ્વારા અવારનવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે, વન વિસ્તારમાં જતા પ્રવાસીઓ જંગલમાં કચરોના ફેકવો તેમજ વન્ય પ્રાણી પશુ કે પક્ષીને કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઇએ.