ભાજપના બળવાખોર નેતાઓને મનાવી લઈશું, તે અમારા જ લોકો છે: ફડણવીસ
Maharastra Assembly Election 2024: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બળવાખોર નેતાઓને પાર્ટીના હિતમાં કામ કરવા માટે મનાવવામાં સફળ થશે. તેમણે કહ્યું કે આ ભાજપના જ લોકો છે અને તેમને મનાવવાની જવાબદારી પાર્ટીની છે.
‘ભાજપ સંગઠનના આધારે ચાલે છે, કાર્યકરો અમારી તાકાત’
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું , ક્યારેક ટિકિટ ફાળવણીને લઈને અસંતોષ જોવા મળે છે. પરંતુ અમને વિશ્વાસ છે કે અમે બધાને પાર્ટીના હિતમાં કામ કરવા માટે સમજાવીશું. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમણે મુંબઈમાં બળવાખોર પાર્ટીના નેતાઓ સાથે કરેલી બેઠક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, અમારા કાર્યકરો અમારી તાકાત છે. ભાજપ સંગઠનના આધારે ચાલે છે અને અમારા કાર્યકરો અમને જીત અપાવે છે.
परंपरेला उजाळा, आठवणींचा ठेवा !
🕛 12noon | 1-11-2024📍Dhantoli, Nagpur | दु. १२ वा. | १-११-२०२४📍धंतोली, नागपूर.
🪷लक्ष्मीपूजनाच्या निमित्ताने पक्षाच्या विभागीय कार्यालयात लक्ष्मीपूजन आणि एकत्र घरुन आणलेले डब्बे खाण्याची आमची अनेक वर्षांची परंपरा आहे. मध्यंतरीच्या काळात या… pic.twitter.com/YdQWh7pkua
— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 1, 2024
‘દર વર્ષે પૂજાના અવસર પર હું નાગપુરમાં પાર્ટી ઓફિસ જઉં છું’
તેમણે જણાવ્યું કે છેલ્લા 30 થી 32 વર્ષથી દિવાળીના અવસર પર બીજેપીના અન્ય કાર્યકર્તાઓ સાથે નાગપુરમાં પાર્ટી ઓફિસમાં પૂજા માટે જાવ છું. ફડણવીસે કહ્યું, અમે સાથે ખાઈએ છીએ. આ આપણી પરંપરા છે. છેલ્લા બે વર્ષથી હું જઈ શક્યો નથી. પરંતુ આજે હું ફરીથી પાર્ટી કાર્યાલય આવ્યો છું અને કાર્યકરોને મળીને ખૂબ જ ખુશ છું. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. ત્રણ દિવસ પછી 23 નવેમ્બરે મતગણતરી થશે.