યુવકે હવામાં ફાયરિંગ કરતો વીડિયો રિલમાં અપલોડ કર્યો, સોશિયલ મીડિયામાં વાયરલ
મહિસાગરઃ સોશિયલ મીડિયામાં હાલ રિલ્સ ધૂમ મચાવી રહી છે. ત્યારે લોકો રિલ્સ બનાવવાના ચક્કરમાં ભાન ભૂલી જતા હોય છે. ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની છે. ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે.
લુણાવાડામાં રહેતા રોનક ગઢવીએ રિલ બનાવવાના ચક્કરમાં ગુનો કર્યો છે. રોનકે સોશિયલ મીડિયામાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો રિલમાં અપલોડ કર્યો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, રોનક કારમાં બેસીને હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. આ રિલ અપલોડ કરતાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
અમદાવાદમાં અંગત અદાવતમાં ફાયરિંગ
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં જમીનની અદાવત રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મારામારી કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કોંગ્રેસના કાઉન્સિલરે તેમના નાના ભાઈ નકી આલમ સહિત ચાર જણા સામે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે નકી આલમે તેના ભાઈ કાઉન્સિલર તસ્લીમ આલમ વિરુદ્ધ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ઇસનપુર પોલીસે આ મામલે ફરિયાદને આધારે બંને પક્ષે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તસ્વીર આલમની ફરિયાદ પ્રમાણે ચારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરાવમાં આવી છે. જ્યારે નકી આલમની ફરિયાદને આધારે સાતમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.