મહુધાના મહીસા ગામના સીમ વિસ્તારમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ખેડા: મહુધા તાલુકાના મહીસા ગામના સીમ વિસ્તારમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યા છે. ખેતરના માલિક ખેતરની મુલાકાત લેતા બે મૃતદેહ પર નજર પડી હતી. જેથી ખેતરના માલિકે મહુધા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. આશરે 20થી 22 વર્ષની ઉંમરના યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં યુવકની બોથળ પદાર્થ મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. તો યુવતીને ગુપ્ત ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કર્યાનું સામે આવ્યું છે.
જિલ્લા પોલીસવડા સહિત જિલ્લા LCB, SOG સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ તપાસ માટે FSL અને ડોગ સ્ક્વોડનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મૃતદેહને મહુધા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.