અંગ્રેજોનાં જમાનાનાં કાયદાઓમાં ફેરફાર, જાણો શું છે નવા ત્રણ ક્રિમિનલ લો બિલ
નવી દિલ્હી : મોદી સરકાર દ્વારા લોકસભામાં કાયદાને લગતા નવા બિલ રજૂ કર્યાં હતાં. નોંધનીય છે કે દેશમાં અંગ્રેજોનાં જમાનાથી ચાલતા આવતાં કાયદામાં સરકારે હવે ફેરફાર કરી દીધો છે. સંસદમાં પસાર કરવમાં આવેલા આ ક્રાઇમને લગતા ત્રણ બિલ સંસદમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મૂ દ્વારા તેનાં પર સહી કરવમાં આવતા હવે તે કાયદો બની ગયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા હતા. જેમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા ૨૦૨૩ અને ભારતીય પુરાવા બિલ ૨૦૨૩નો સમાવેશ થાય છે. આ ત્રણ બિલ ઇન્ડિયન પીનલ કોડ ૧૮૬૦ (આઇપીસી), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ૧૮૯૮ (CrPC) અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંમતિ મળ્યા બાદ આ ત્રણ બિલની મંજૂરી મળી ત્યારબાદ કાયદામાં ઘડવામાં આવ્યા હતા. તાજેતરમાં સમાપ્ત થયેલા શિયાળુ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.
Speaking in the Lok Sabha on three new criminal law bills. https://t.co/R9dNYYD0VA
— Amit Shah (@AmitShah) December 20, 2023
નવા કાયદાઓમાં લોકોને સજાને બદલે ન્યાય મળે તે મુદ્દા પર વધારે ધ્યાન: અમિત શાહ
આ કાયદા બદલવાની સાથે તેને લગતી કલમોનાં ક્રમ પણ બદલાઇ ગયા છે. આ ત્રણેય નવા કાયદા હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અઘિનિયમ તરીકે ઓળખાશે જેણે અનુક્રમે 1860નાં ભારતીય દંડ સંહિતા(ઇન્ડિયન પીનલ કોડ), 1898માં અપરાધિક પ્રક્રિયા સંહિતા અને 1872નાં ભારતીય સાક્ષ્ય અધિનિયમનું સ્થાન લીધું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય દંડ સંહિતામાં 511 કલમો હતી જે હવે ઘટીને 358 કરવામાં આવી છે. બીજી બાજુ આ સુધારા કરીને 20 નવા ગુના પણ દાખલ કરવમાં આવ્યાં છે. જેમાં 33 ગુનામાં સજાની મુદ્દત વધારવમાં આવી છે 83 ગુનામાં દંડની રકમ વધારાઇ છે અને અન્ય 23 ગુનમાં અનિવાર્ય ઓછામાં ઓછી સજાની જોગવાઇનો નિર્ણય કરવમાં આવ્યો છે. આ સિવાય 6 ગુનનામાં સામૂહિક સેવાની સજાની જોગવાઇ કરાઇ છે. ગૃહ પ્રધાન અમિત શાહના જણાવ્યાં અનુસાર આ નવા કાયદાઓમાં લોકોને સજાને બદલે ન્યાય મળે તે મુદ્દા પર વધારે ધ્યાન આપવમાં આવ્યું છે.
જાણો, IPCની જૂની કલમોમાં શું થયા ફેરફારો
- પહેલાં દેશદ્રોહ કલમ 124 હતી જે હવે કલમ 152 તરીકે ઓળખાશે.
- ગેરકાયદે સભા કલમ 144 જે હવે કલમ 189.
- હત્યા કલમ 302 જે હવે 101 તરીકે ઓળખાશે અને હત્યાનો પ્રસાસ કલમ 307 હતી જે હવે કલમ 109 તરીકે ઓળખાશે.
- દુષ્કર્મની ઘટનાની કલમ 376 હતી જે હવે કલમ 63.
- ઠગાઇ અને છેતરપિંડી કલમ 420 હતી જે હવે કલમ 316.
- માનહાનિ કલમ 399 હતી જે હવે કલમ 35.
આ પણ વાંચો : અમે હુમલાખોરોને સમુદ્રના તળિયેથી પણ શોધીશું: રાજનાથ સિંહ
‘રાજદ્રોહ’ને બદલે હવે નવો શબ્દ ‘દેશદ્રોહ’
સંસદમાં પસાર કરવામાં આવેલા ક્રાઇમને લગતા આ ત્રણ બિલની મંજૂરીની સાથે સાથે આઇપીસીના કલમ 124 હેઠળ રાજદ્રોહને લગતા ગુના માટે સજા કરવામાં આવતી હતી જે હવે નવા કાયદા હેઠળ બ્રિટિશ કાળનો શબ્દ ‘રાજદ્રોહ’ શબ્દ બદલીને હવે ‘દેશદ્રોહ’ શબ્દ અપનાવાયો છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાના ચેપ્ટર7માં રાજ્ય કે સરકાર વિરુદ્ધના ગુનાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી દીધો છે. બીજી બાજુ CrPCમાં 484 કલમો હતી તે હવે વધીને 531 કરાઇ છે. આ નવા કાયદામાં 177 જોગાવાઇઓ બદલવમાં આવી છે અને 9 નવી કલમો અને 39 પેટા કલમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.