મમતા કુલકર્ણીએ પિંડદાન કર્યું, હવે મહામંડલેશ્વર શ્રી યમાઈ મમતાનંદગિરી નામથી ઓળખાશે
Mahakumbh 2025: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી ગ્લેમર અને ફિલ્મોનો માર્ગ હંમેશ માટે છોડી દીધો છે અને મહામંડલેશ્વર બની ગઈ છે. પ્રયાગરાજમાં સંગમના કિનારે યોજાઈ રહેલા મહાકુંભમાં મમતાએ સ્નાન કર્યું અને મમતા કુલકર્ણીની જૂની ઓળખ છોડીને નવા જીવનમાં પ્રવેશ કર્યો. મમતા હવે મહામંડલેશ્વર શ્રી યમાઈ મમતાનંદગીરી કહેવાશે.
મમતાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર હતી અને તપસ્યા કરી રહી હતી. હવે તે સાધુ બની ગઈ છે. તેમણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે અને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે. મમતાએ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025 દરમિયાન કિન્નર અખાડામાં સંન્યાસની દીક્ષા લીધી છે. તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વરની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
#WATCH | #MahaKumbh2025 | Former actress Mamta Kulkarni performs her 'Pind Daan' at Sangam Ghat in Prayagraj, Uttar Pradesh.
Acharya Mahamandleshwar of Kinnar Akhada, Laxmi Narayan said that Kinnar akhada is going to make her a Mahamandleshwar. She has been named as Shri Yamai… pic.twitter.com/J3fpZXOjBb
— ANI (@ANI) January 24, 2025
મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની
મમતા કુલકર્ણી કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદગિરીના માર્ગદર્શન હેઠળ મહામંડલેશ્વર બન્યા છે. આજે એટલે કે 24મી જાન્યુઆરીની સાંજે તેમણે પિંડદાન કર્યું હતું. કારણ કે મહામંડલેશ્વર બનવું એ એક મોટી જવાબદારી છે અને તેની એક મોટી પ્રક્રિયા છે, ત્યારે બાકીની બધી વિધિઓ કરવામાં આવશે જેમાં પટ્ટ અભિષેક પણ સામેલ છે.
મમતા કુલકર્ણીની ફિલ્મી સફર
મમતા કુલકર્ણીએ 1991માં રીલિઝ થયેલી તમિલ ફિલ્મ નાનબરગલથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી, 1992 માં, તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ મેરે દિલ તેરે લિયે હતી. તેણીને વાસ્તવિક ઓળખ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ કરણ અર્જુનથી મળી હતી, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા. મમતા આજે પણ આ ફિલ્મ માટે જાણીતી છે.