મનુ ભાકર હવે બનશે ક્રિકેટર?
Manu Bhaker: પેરિસ ઓલિમ્પિક-2024માં મનુ ભાકરે બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતની યુવા શૂટર હવે ક્રિકેટર બનવાના મૂડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. જોકે મનુએ અત્યાર સુધીમાં ઘણી રમતો રમી છે. હવે જાણે તે ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ માટે તે સૂર્યકુમાર યાદવને મળી હતી. મનુ ભાકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તે પોસ્ટમાં મનુએ લખ્યું કે,’ મિસ્ટર 360 ડિગ્રી તરીકે ઓળખાતા આ બેટ્સમેન પાસેથી નવી રમતનું ટેકનિકલ જ્ઞાન લઈ રહી છે.
ત્રણ મહિનાના બ્રેક પર
મનુ હાલમાં ત્રણ મહિનાના બ્રેક પર છે. પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યા બાદ તેણે આ ત્રણ મહિનાનો બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત અને મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ખેલાડી છે. પેરિસથી પરત ફર્યા બાદ મનુ હાલ ત્રણ મહિનાના બ્રેક પર છે. આ દરમિયાન તે સમયનો સારી રીતે ઉપયોગ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તે સૂર્યકુમાર યાદવને મળી હતી અને તે સમયનો ફોટો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.
Learning techniques of a new sport with the Mr. 360 of India! @surya_14kumar 💪 pic.twitter.com/nWVrwxWYqy
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) August 25, 2024
આ પણ વાંચો: શિખર ધવનની નિવૃત્તિ પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા
બંદૂકનો પોઝ આપી રહ્યો છે
સૂર્યકુમાર યાદવને મનુ જ્યારે મળે છે તે સમયનો ફોટો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં સૂર્યકુમાર પોતાના હાથથી બંદૂકનો પોઝ આપી રહ્યો છે જ્યારે મનુએ બેટ પકડ્યું છે. મનુએ પોસ્ટમાં લખ્યું કે,’ મિસ્ટર 360 ડિગ્રી તરીકે ઓળખાતા આ બેટ્સમેન પાસેથી નવી રમતનું ટેકનિકલ જ્ઞાન લઈ રહી છે.મનુએ અત્યાર સુધીમાં ઘણી રમતમાં નસીબને અજમાવ્યું હતું. મનુએ શૂટિંગ પહેલા માર્શલ આર્ટ, જુડો, બોક્સિંગ જેવી રમતો રમી ચૂકી છે.