મનુ ભાકર બનશે પેરિસ ઓલિમ્પિક ક્લોઝિંગ સેરેમનીમાં ભારતની ધ્વજવાહક
Paris Olympics: પેરિસ ઓલિમ્પિકમાં ભારતને 2 બ્રોન્ઝ મેડલ અપાવનાર સ્ટાર મહિલા શૂટર મનુ ભાકર ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતની ધ્વજવાહક બનશે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક રમતોમાં જીતનો ઇતિહાસ રચીને ભારત માટે 2 કાંસ્ય પદક જીત્યા છે. મનુ ભાકરે મહિલાઓના 10 મીટર એર પિસ્ટર મોમપીટીશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક રમતોમાં ભારત માટે મેડલ્સની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધિકારીએ કહ્યું, ‘હા, મનુને ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે શાનદાર પ્રદર્શન કર્યું અને તેઓ આ સન્માનને હકદાર છે. હરિયાણાના 22 વર્ષીય શૂટરે આ અગાઉ કહ્યું હતું કે ભારતનો ધ્વજવાહક બનવું સન્માનની વાત છે. મનુ ઉપરાંત, સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. IOAએ હજુ પુરૂષ ધ્વજવાહકની જાહેરાત નથી કરી. કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં તેની જાહેરાત કરવામાં આવશે.