July 7, 2024

સામાન્ય મજબૂતી સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ 72,700 પર…

Stock Market: આજે બજારની શરૂઆત સામાન્ય રીતે થઈ હતી. બીએસઈના સેન્સેક્સ ગ્રીન નિશાન સાથે ખુલ્યા હતા. તો નિફ્ટી પણ 22 હજારની ઉપર ખુલ્યા હતા. બજાર ખુલતાની થોડી જ મિનિટોમાં બજાર એક તરફ વળ્યું હતું.

શેર બજારની શરૂઆત
BSEના 30 શેરવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 54.41 અંકના વધારા સાથે 72,677ના સ્તર પર ખુલ્યું હતું. એનએસઈના નિફ્ટી 26.50 પોઈન્ટના મામુલી તેજીની સાથે 22,081ના લેવલ પર ઓપન થયું છે.

9.35 માર્કેટ લાલ નિશાનમાં…
બજાર ખુલતાના 20 મિનિટ બાદ સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે જોવા મળ્યું હતું. એનએસઈની નિફ્ટી 22,000ના નીચેના સ્તર સુધી પહોંચ્યુ છે. 77.15 એટલે કે 21,977 સુધી નીચે પહોંચી છે. સેન્સેક્સ 23.82 એટલેકે 72,599 પર એટલે કે 72600ના નિચલા સ્તર પર પહોંચી છે.

નિફ્ટીના શેરના હાલ
એનએસઈ નિફ્ટીના 50માંથી 25 શેરમાં તેજી અને 25 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીના ટોપ ગેનર શેરમાં આયશર મોટર્સ 2.28 ટકા અને એક્સિસ બેંક 2.15 ટકાના વધારા સાથે આગળ છે. તો બીજી તરફ ટેક મહેન્દ્રા 1.56 ટકા અને એચસીએલ ટેક 1.50 ટકાના વધારા સાથે આગળ છે. હિંડાલ્કોની ગત રોજની તેજી આજે પણ બરકરાર છે.

બેંક નિફ્ટી 47 હજારની નીચે
બેંક નિફ્ટી 47 હજારની નીચે પડ્યો છે. 70 અંકના ઘટાડા સાથે 46,949ના લેવલ પર આવી ગયું છે. બેંક નિફ્ટીના 12માંથી માત્ર 4 શેરમાં વધારો જોવા મળ્યો છે. તો 8 શેરમાં ઘટાડો થયો છે.