Kapil Sharma પર ભડકી Mary Com? કોમેડી શોમાં મજાક કરતા થઈ લાલઘૂમ
મુંબઈ: ક્રિકેટર હોય, હોકી પ્લેયર હોય, ટેનિસ સ્ટાર હોય કે બોક્સર હોય કપિલ શર્માએ હંમેશા પોતાના કોમેડી શોમાં આપણા દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું છે. આ સમય દરમિયાન હાસ્ય કલાકારો ઘણીવાર ખેલાડીઓ સાથે તેમના વ્યવસાય વિશે મજેદાર વાતચીત કરતા જોવા મળે છે. પરંતુ નેટફ્લિક્સના ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ભાગ લેનારી ભારતીય બોક્સર મેરી કોમને કપિલની બોક્સિંગ વિશેની મજાક ખાસ પસંદ ન આવી. તેણે કપિલને આ વિશે કેટલીક વાતો પણ કહી.
સૌ પ્રથમ તેઓએ કપિલ દ્વારા બોક્સિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતા ડેન્ટર અથવા માઉથ ગાર્ડની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. કપિલે કહ્યું, “મેરી જ્યારે પણ હું ફિલ્મોમાં બોક્સિંગ જોતો, કોચ મેચ પહેલા બોક્સરના મોંમાં કંઈક નાખતો, મને ખબર ન હતી કે તે ડેંચર છે અને આ માઉથ ગાર્ડના કારણે બોક્સરના દાંત તૂટતા બચી જાય છે. મને આશ્ચર્ય થતું કે દરેક બોક્સિંગ મેચ પહેલા બોક્સરોને પાન કેમ ખવડાવવામાં આવે છે? સ્ટુડિયોમાં હાજર દર્શકો કપિલના આ જોક પર ખૂબ હસ્યા હોવા છતાં મેરીને તેના પ્રોફેશન પર કરવામાં આવેલી આ કોમેડી ખાસ પસંદ ન આવી.
View this post on Instagram
જ્યારે કપિલે મેરીના એક્સપ્રેશનને જોયા તો તે બેકફૂટ પર ગયો. તેણે તરત જ મેરીને કહ્યું, “કૃપા કરીને મારા પર ગુસ્સે થશો નહીં.” કપિલની આ વાત સાંભળીને મેરી કોમે કહ્યું કે હું ક્યારેય કોઈ પર ગુસ્સો નથી કરતી. પણ હવે તમે મને ગુસ્સે કરો છો. તમે મારી મજાક કરી રહ્યા છો. કપિલ અને મેરી વચ્ચે ચાલી રહેલી આ વાતો સાંભળીને અર્ચના પુરણ સિંહે ફરી એકવાર માહોલ બરાબર કરવાની વાત કરી.
કપિલે માફી માંગી
અર્ચનાએ મેરીને કહ્યું કે મેરી આજે તું કપિલને બતાવી દે કે તને કેટલી હદે ગુસ્સો આવે છે. પરંતુ મેરી કોમેડી કરવાના મૂડમાં જણાતી નથી. તેણે કહ્યું કે આ પ્રકારના માઉથ ગાર્ડનો ઉપયોગ માત્ર બોક્સિંગમાં જ નહીં પરંતુ આઇસ હોકી અને હોકીમાં પણ થાય છે. પરંતુ કપિલ માત્ર બોક્સિંગની વાત કરી રહ્યો છે. તેમની વાત સાંભળ્યા બાદ કપિલે ફરી એક વાર કહ્યું કે તમને ખરાબ લાગે તો મને માફ કરી દેજો. હું મજાક કરી રહ્યો છું, કારણ કે આ મારી રોજી-રોટી છે.