December 3, 2024

પ્રફુલ પાનશેરિયાએ અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલમાં સારવાર અપાવી

અમિત રૂપાપરા, સુરત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની માનવીય સંવેદના જોવા મળી છે. સરથાણા વિસ્તારમાં અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાવી હતી. સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર. મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવતા સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માત નો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી. મહિલાને કોઈ અજાણ્યા કારચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથા પર ઈજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સરથાણા રિંગરોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી. એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા.

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમામાં છેલ્લા બે દિવસમાં 7 લોકોના હાર્ટ એટેકથી થયા મૃત્યુ

મહિલાની સારવાર શરૂ કરાવી
એમ્બ્યુલન્સ આવતા 10 મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ રાજ્યમંત્રીએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડી મહિલાની સારવાર શરૂ કરાવી. સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે. મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફનો આભાર પ્રગટ કર્યો હતો. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવવામાં આવ્યું હતું કે, તમામ લોકોએ આ પ્રકારની ઘટનાઓમાં તાત્કાલિક અસરથી લોકોની મદદ કરવી જોઈએ અને મેં કોઈ ઉપકારનું કાર્ય કર્યું નથી. મને ભગવાને નિમિત બનાવ્યો છે અને મેં મારી ફરજ નિભાવી છે. મારી ફરજ છે કે હું લોકોની સેવા કરું અને મેં આ મહિલાની સેવા કરીને કોઈ ઉપકાર કર્યો નથી. મેં મારી ફરજ નિભાવી છે જે ગાડીમાં હું મહિલા ને હોસ્પિટલ લઈ ગયો છે એ ગાડી પણ મને સરકારે આપી છે. હાલ દિવાળીનો તહેવાર છે અને કોઈના ઘરમાં ખુશીઓના તહેવારમાં દુઃખ અને વિપત્તિ આવે તેવું ક્યારેય ન થવું જોઈએ અને હવે જ્યારે મહિલા સારવાર લઈને પોતાના પરિવારને પરત મળશે ત્યારે પરિવારમાં પણ આનંદ અને ખુશીનો માહોલ જોવા મળશે.