લોકસભા ચૂંટણી 2024 પહેલાં મોદી સરકારે 100 દવા સસ્તી કરી
Drug Rate Revised by NPPA: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે રોજિંદી ઉપયોગમાં લેવાતી 100 દવાઓના ભાવમાં ઘટાડો કર્યો છે જેના કારણે દેશના લાખો લોકોને તેનો લાભ મળશે. કોલેસ્ટ્રોલ હોય કે સુગર, બ્લીડિંગ હોય કે ઇન્ફેક્શન તો તેના સારવાર કરવી હવે સસ્તી થશે. રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના ફાર્માસ્યુટિકલ્સ વિભાગની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ પણ તેની સૂચના જારી કરી છે. દવાઓમાં મુખ્ય ખેડૂતો માટે એન્ટિવેનોમ અને બાળકો માટે એન્ટિબાયોટિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે, રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા શુગર અને કોલેસ્ટ્રોલનો પણ સમાવેશ થાય છે.
31 દવાઓની મહત્તમ કિંમત નક્કી
NPPA એ 69 નવા ફોર્મ્યુલેશનની છૂટક કિંમત અને 31 દવાઓની સીલિંગ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. સીલિંગ પ્રાઇઝ માટેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે કોલેસ્ટ્રોલ, ઈન્ફેક્શન, બ્લીડિંગ, કેલ્શિયમ, વિટામીન ડી3, સુગર, દુખાવા, તાવ, બાળકોની એન્ટીબાયોટીક સહિતની 100 દવાઓ સસ્તી થઈ છે. બાળ માટે એન્ટિબાયોટિક્સ દવાઓ સસ્તી ઉપલબ્ધતાને કારણે બાળ આરોગ્ય સેવાઓ પર સરકારનું ફોક્સ જોઈ શકાય છે.
એન્ટિવેનોમ દવા પણ સસ્તી થઈ
NPPAના નવા નોટિફિકેશનથી એન્ટિવેનોમ દવાઓ પણ સસ્તી થઈ ગઈ છે. એન્ટિવેનોમનો ઉપયોગ સાપના કરડવાની ડંખની સારવાર માટે થાય છે. નોંધનયી છે કે ચોમાસાના વરસાદ દરમિયાન સાપના કરડવાથી મોટી સંખ્યામાં ખેડૂતોના મોત થાય છે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેનો પણ આ દવાને યાદીમાં સમાવેશ કર્યો છે. જેના કારણે હજારો ખેડૂતોના જીવ બચી જશે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી શું છે?
નેશનલ ડ્રગ પ્રાઇસિંગ ઓથોરિટી દેશમાં દવાઓની કિંમતો નક્કી કરવા અને તેને નિયંત્રિત કરવાનું કામ કરે છે. NPPA એક ભારત સરકારની સંસ્થા છે. તે ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર હેઠળ બનાવવામાં આવ્યું છે. તેનું કામ દવાની નીતિમાં ફેરફારો અને સુધારા સાથે દવાઓની કિંમતને નિયંત્રિત કરવાનું છે.