September 8, 2024

Budget 2024: નોકરીયાત મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ, નાણામંત્રીએ કરી જાહેરાત

Budget 2024:  નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સરકાર વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવશે. બજેટમાં મહિલાઓને મોટી ભેટ આપતાં નાણામંત્રીએ કહ્યું છે કે, “અમે કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલ બનાવીને અને ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને ક્રેચ (નાના બાળકોની સાચવણીની જગ્યા) સ્થાપીને નોકરીઓમાં મહિલાઓની વધુ સહભાગિતાને સરળ બનાવીશું. આ ઉપરાંત, મહિલાઓ માટે વિશિષ્ટ કૌશલ્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે અને મહિલા SHG સાહસો માટે બજારમાં પ્રવેશને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે વચગાળાના બજેટમાં જણાવ્યા મુજબ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેથી આ બજેટમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અને મોદી સરકારે મહિલાઓને લાભ આપતી યોજનાઓ માટે બજેટમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરી છે.

આ પણ વાંચો: Budget 2024: સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા માટે ખુશખબર, સસ્તા થશે મોબાઈલ અને ચાર્જર

નાણામંત્રીએ કહ્યું કે સરકારે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ખેડૂતો માટે વચન પૂરું કરીને અમે તમામ મુખ્ય પાકોના ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિન માટે 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. જેનાથી 80 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.