July 7, 2024

મોદી બનાવી રહ્યા છે હારી ગયેલી રમતને જીતવાની યોજના

BJP

લોકસભા ચૂંટણી દેશ માટે હંમેશા મહત્વની બની રહી છે. એમાં પણ જ્યારે તમામ વિપક્ષી દળો એક થઈને BJPની સામે લડી રહી હોય તે લડાઈ વધારે દિલચસ્બ બની જાય છે. આવનારી 2024ની લોકસભા ચૂંટણી માટે INDIA જે તમામ વિપક્ષી દળોનો એક પક્ષ બનીને શરૂઆત કરી રહ્યું છે. તેની સામે BJPએ આ ચૂંટણીની તૈયારીઓ આજથી 2 વર્ષ પહેલાથી જ શરૂ કરી દીધી હતી. જેના જ ફળ સ્વરૂપે આજે BJP પાસે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સુકાન તેમના હાથમાં છે.

શા માટે 160 બેઠકો મહત્વની ?

BJPની તૈયારીઓની વાત કરવામાં આવે તો પાર્ટી જાન્યુઆરીમાં 160 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. આ તમામ બેઠકો એવી છે જેના પર ગત લોકસભા ચૂંટણીમાં BJPની હાર થઈ હતી. આ તમામ બેઠકોને BJP માટેની નબળી બેઠકો તરીકે ગણવામાં આવે છે. આથી આ બેઠકો પર ભાજપને મજબૂત બનાવવા માટે છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું છે. નોંધનીય છેકે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપે ચૂંટણીની જાહેરાત પહેલા જ નબળી બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા હતા. જેની અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળે છે. ભાજપે આમાંથી ઘણી બેઠકો જીતી છે. દેશની જે 160 હારેલી અથવા નબળી બેઠકોની વાત થઈ રહી છે એ મોટાભાગની સીટો દક્ષિણ અને પૂર્વીય રાજ્યોની છે.

BJP પાસે છે હિન્દુત્ત્વનો મુદ્દો

દેશભરમાં 16 જાન્યુ, થી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ શરૂ થઈ જશે. જેમાં માટે દેશ વ્યાપી રેલીઓ અને સભાઓ થવા જઈ રહી છે. આ મંદિરના નિર્માણ પછી પણ BJP પાસે અનેક મુદ્દાઓ છે. જેના પણ તેઓ હિન્દુત્ત્વના મુદ્દા સાથે આગળ વધી શકે છે. મથુરા, કાશી અને જ્ઞાનવાપી મસ્જિદ જેવા મુદ્દાઓનો ઉપયોગ કરીને પણ BJP હિન્દુત્ત્વ કાડ રમી શકે છે. જેનો કેટલાક રાજ્યમાં તેમને ફાયદો પણ થશે.

મેનિફેસ્ટોની સફળતા

2014માં BJP કેન્દ્રમાં આવી એ સમયેથી લઈને અત્યાર સુધીમાં તેમના તમામ નિર્ણયો પાર્ટીના ચૂંટણી ઢંઢેરા અનુસાર થયા છે. તેવી જાહેરાત કરી રહ્યા છે. તેમણે જે વાયદાઓ સરકાર બનાવવા માટે જનતાને કર્યા હતા એ તમામ વાયદાઓ તેમણે પુરા કર્યા છે. તેના પુરાવા સાથે પાર્ટી મેદાનમાં ઉતરશે. આ અંગે સંસદમાં અમિત શાહે અનેક વખત માહિતી પણ આપી છે. આ વર્ષે પણ પાર્ટી દ્વારા ચૂંટણી માટે મેનિફેસ્ટો અને ચૂંટણી પ્રચાર સમિતિ પણ બનાવશે. મેનિફેસ્ટો માટે દેશભરના લોકો પાસેથી સૂચનો માંગવામાં આવશે. મેનિફેસ્ટો માટે કેન્દ્રીય મંત્રીઓ પાસેથી તેમના મંત્રાલયો સંબંધિત સૂચનો પહેલાથી જ માંગવામાં આવ્યા છે.