મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં વાપસી કયારે વાપસી કરશે?
Mohammed Shami: ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લે ભારતીય ટીમ માટે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં રમ્યા હતા અને ત્યારથી તે ઈજાના કારણે ટીમથી બહાર છે. આ વર્ષ શરૂ થતાની સાથે સર્જરી કરાવી હતી. હવે ચર્ચાઓ થઈ રહી છે કે મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.
શમીએ કહી આ વાત
બંગાળ ક્રિકેટ એસોસિએશનના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં મોહમ્મદ શમીએ કહ્યું કે મને ખબર છે કે મને ટીમથી દૂર થયાને ઘણો સમય થઈ ગયો છે. હું જ્યારે હું પાછો આવું ત્યારે કોઈ સમસ્યા ન થાય. કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ટીમની સામેની ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા છે. મોહમ્મદ શમીએ કહ્યું કે હું જેટલી મજબૂતથી વાપસી કરીશ તેટલું જ મારા માટે સારું રહેવાનું છે. હું ખોટી ઉતાવળ કરવા માંગતો નથી અને ફરીથી ઈજાગ્રસ્ત થવાનું જોખમ લેવા માંગતો નથી.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો સૌથી ફિટ ખેલાડી કોણ છે? બુમરાહે જવાબ આપ્યો કે…
ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની જરૂર
શમીએ કહ્યું કે મારી ફિટનેસ ચકાસવા માટે મારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની જરૂર પડશે તો હું રમીશ. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો છે. ટીમ ઈન્ડિયા માટે તેણે 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ, 101 ODI મેચમાં 195 વિકેટ અને 23 T20 ઈન્ટરનેશનલ મેચમાં 24 વિકેટ ઝડપી છે.