November 24, 2024

મોરબી પોલીસની કડક કાર્યવાહી, ગુજસીટોકના ચાર આરોપીઓની 1.80 કરોડની મિલકત જપ્ત

morbi police gujcitok four accused seized more than 1 crore property

મોરબી પોલીસે મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ડેનિસ દવે, મોરબીઃ શહેરમાં રાજ્યના ગૃહ વિભાગના આદેશો અનુસાર ગુજસીટોક સહિતના ગંભીર ગુનામાં મોરબીના કુખ્યાત એવા ચાર આરોપીની મોરબી જિલ્લા પોલીસ દ્વારા મિલકત જપ્ત કરવામાં આવી છે. મોરબી પોલીસે આરોપીઓની કુલ 1.80 કરોડની મિલકત તથા આરોપીઓના પરિવારના નામે નામે જુદા જુદા 24 બેંક એકાઉન્ટમાં રહેલા 12.50 લાખ રૂપિયા જપ્ત કરવાની મોરબી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી શહેર ખાતે વર્ષ 2021માં નોંધાયેલા ગુજસીટોકના ગુનામા સંડોવાયેલા આરોપીઓ તથા મોરબી જિલ્લામાં ભેગા મળી સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી એકબીજાને મદદગારી કરી ગંભીર પ્રકારના શરીર સબંધી તથા મિલકત સબંધી ગુના માટે સંગઠિત ટોળકી દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ છેલ્લા દસ વર્ષથી આચરતા હતા. ત્યારે આ ગંભીર પ્રકારના ગુનાની તપાસનીશ અધિકારીઓ દ્વારા જુદી જુદી દિશામાં ઉંડાણપૂર્વક તપાસ કરી ગુનામા સંડોવાયેલા આરોપીઓ વિરૂદ્ધ મળેલા પુરાવાને આધારે કુલ 18 પૈકી 15 આરોપીઓની અટક કરવામાં આવી હતી. જેમાં કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા આરીફ મીર સહિતના 3 આરોપીઓ ગુજસીટોકના ગુનામાં ધરપકડથી બચવા નાસતા ફરતા હોવાથી આ આરોપીઓ સામે નોંધાયેલા ગુનાની આગળની તાપસ ચાલુ હોય ત્યારે મોરબીમાં ગુના આચરતી ટોળકીના લીડર તથા ટોળીના સભ્યોએ તેમના તથા તેમની પત્ની, ભાઈ એમ નજીકના સગા-વ્હાલાઓનાં નામે આ ગુનાહીત પ્રવૃત્તિ આચરી તેમાંથી મેળવેલી કાળી કમાણીના આધારે પ્રાપ્ત કરેલી મિલ્કત જપ્ત (ટાંચમાં) લેવા માટે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ(ગુજસીટોક) એકટ-2015ની કલમ 18 મુજબ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શામળાજી પોલીસ સ્ટેશનના બે કર્મીઓ પર કપલનો હુમલો, વીડિયો વાયરલ

ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા 18 આરોપીઓ તથા તેમના પત્ની, ભાઇઓના નામની મિલકત તથા બેંક એકાઉન્ટ અંગે રેવન્યૂ વિભાગ તથા બેંક સાથે સંકલન કરી મિલકત અંગેની માહીતી મેળવી સરકાર દ્વારા મિલકત અંગે વિશ્લેષણ કરવા ચાર્ટડ એકાઉટન્ટની નિમણૂક કરી સી.એ. દ્વારા મિલકતનું વિશ્લેષણ કરી મોકલેલા અહેવાલનું અવલોકન કરવામાં આવ્યું હતું. ત્યારે ઝીણવટભર્યો અભ્યાસ કરી ગુજસીટોકની કલમ 18 મુજબની સંડોવાયેલા આરોપી 18 પૈકી ચાર આરોપીઓની મિલકત જપ્ત કરવામાં આવી હતી. તેમજ સંડોવાયેલા આરોપીઓના અલગ અલગ બેંકના એકાઉન્ટમાં રહેલી રોકડ રકમ જપ્ત કરવા દરખાસ્ત તૈયાર કરી ગૃહ વિભાગમાં મોકલવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજ્યનું પાટનગર સૌથી ગરમ, ગાંધીનગરમાં 40થી વઘુ ડિગ્રી તાપમાન

ત્યારે ગૃહ વિભાગમાં મોકલેલી દરખાસ્તના આધારે આવેલા આદેશ મુજબ આરોપી ઈમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનીયા, રીયાઝ રજાકભાઈ ડોસાણી, ઈરફાન અલ્લારખાભાઇ ચોચોદરા, આરીફ ગુલમહમદભાઈ મીરે પોતાના તથા પોતાની પત્ની તથા ભાઈના નામે વસાવેલ કુલ-30 સ્થાવર તથા જંગમ મિલ્કત જપ્ત કરવા તેમજ અલગ અલગ બેંકોમા રહેલા 24 બેંક એકાઉન્ટના રોકડા રૂપિયા આશરે 12.50 લાખ જેટલી રોકડ રકમ જપ્ત કરવા હુકમ કર્યો હતો. જે ગૃહ વિભાગના હુકમના આધારે સુચના મુજબ ટીમ બનાવી સ્થાવર તથા જંગમ મિલકત આશરે 1.80 કરોડની મિલકત જપ્ત કરી છે.