Video: કાઉન્ટી ચેમ્પિયનશિપના ઈતિહાસની સૌથી મોંઘી ઓવર, એક ઓવરમાં 46 રન
હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચો શરૂ થઈ ગઈ છે, જેમાં 26 જૂને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો એક મોટો રેકોર્ડ તૂટ્યો હતો. થોડા દિવસો પહેલા ઇંગ્લેન્ડની ટીમના સ્પિનર શોએબ બશીરે વોર્કિશાયર તરફથી રમતી વખતે કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુમાં 38 રનની ઓવર નાંખી હતી. હવે ઇંગ્લેન્ડની ટીમના અન્ય ખેલાડી સસેક્સ ટીમ તરફથી રમી રહેલા ઝડપી બોલર ઓલી રોબિન્સને લિસ્ટેરશાયર સામેની મેચમાં એક ઓવરમાં કુલ 46 રન આપ્યા હતા. કાઉન્ટી ચેમ્પિયનશિપના 134 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી મોંઘી ઓવર છે.
રોબિન્સને 9 બોલની ઓવર નાખી
કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુમાં સસેક્સ ટીમ તરફથી રમી રહેલા ઓલી રોબિન્સને એક ઓવરમાં 9 બોલમાં નાંખી કુલ 43 રન આપ્યા હતા. લિસ્ટેરશાયર ટીમના બેટ્સમેન લુઈસ કિમ્બરે રોબિન્સન સામેની આ ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી, ત્યારબાદ તેણે બીજા બોલ પર ફોર ફટકારી હતી પરંતુ તે નો-બોલ હોવાને કારણે તેના પર કુલ છ રન બન્યા હતા. ત્રીજા બોલ પર ચોગ્ગો, ચોથા બોલ પર છગ્ગો અને પાંચમા બોલ પર ફરી ચોગ્ગો, જ્યારે આ ઓવરનો છઠ્ઠો બોલ જે નો-બોલ બન્યો હતો તે ચોગ્ગા સાથે કુલ 6 રનમાં પરિણમ્યો હતો. સાતમા બોલ પર ચોગ્ગો હતો, જ્યારે આઠમા બોલે ફરી નો-બોલ હતો જેના પર ચોગ્ગો આવ્યો અને કુલ 6 રન થયા આ પછી ઓવરના 9મા બોલ પર એક રન થયો. આ સાથે આ ઓવરમાં કુલ 43 રન બન્યા હતા.
LOUIS KIMBER HAS TAKEN 43 OFF AN OVER pic.twitter.com/kQ4cLUhKN9
— Vitality County Championship (@CountyChamp) June 26, 2024
કાઉન્ટીમાં નો-બોલ પર મળે છે 2 રન
કાઉન્ટી ચેમ્પિયનશિપમાં જો બોલરો નો-બોલ ફેંકે છે તો તેમના ખાતામાં 2 રન ઉમેરાય છે. આ રીતે જ્યારે લુઇસ કિમ્બરે આ ઓવરમાં કુલ 39 રન બનાવ્યા, તો આ ઓવરમાં 6 રન નો-બોલના રૂપમાં આવ્યા. જ્યારે આ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ઓવર છે, ત્યારે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બીજી સૌથી મોંઘી ઓવર પણ છે. આ યાદીમાં પ્રથમ નંબરે વર્ષ 1989-90માં રોબર્ટ વેન્સની ઓવર છે, જ્યારે 8 બોલની ઓવર નાખવામાં આવી હતી જેમાં તેણે કુલ 77 રન આપ્યા હતા, આ મેચ વેલિંગ્ટન vs કેટરબરી વચ્ચે રમાઈ હતી. ઓલી રોબિન્સન હવે આ યાદીમાં બીજા સ્થાને આવી ગયા છે.