પાકિસ્તાનમાં Mpoxનો કહેર, પાંચમો કેસ સામે આવતા અપાયું એલર્ટ
Pakistan: પાકિસ્તાનના પેશાવરમાં એક એરક્રાફ્ટ પેસેન્જરમાં મંકી પોક્સ (Mpox) વાયરસની પુષ્ટિ થયા બાદ દેશમાં ‘Mpox’ કેસની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. જ્યારે કરાચીમાં જીવલેણ વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી.
ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર-પશ્ચિમ પ્રાંતના જાહેર આરોગ્યના નિયામક ડૉ. ઇર્શાદ અલીએ જણાવ્યું હતું કે એરપોર્ટ પરના તબીબી કર્મચારીઓને ગુરુવારે જેદ્દાહથી પાછા ફરેલા બે મુસાફરોમાં Mpox ના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમાંથી માત્ર એકમાં જ એમપોક્સ વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
ચેપના ફેલાવાને રોકવા માટેના પગલાં
પુષ્ટિ થયેલ કેસમાં ઓરકઝાઈના 51 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે, જેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે અને તેને સારવાર માટે પેશાવરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ડૉ. ઇર્શાદે કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને ચેપના ફેલાવાને રોકવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. એક 32 વર્ષીય વ્યક્તિને એમપોક્સ જેવા લક્ષણો દર્શાવ્યા બાદ કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
યુનિસેફે ઈમરજન્સી ટેન્ડર બહાર પાડ્યું
UNICEF એ MPOX રસીની ખરીદી માટે ઈમરજન્સી ટેન્ડર બહાર પાડવાની જાહેરાત કરી છે. UNICEF ટેન્ડરનો હેતુ આફ્રિકા CDC, Gavi, વેક્સિન એલાયન્સ, WHO, પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અન્ય ભાગીદારોના સહયોગથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો માટે Mpox રસીઓ સુરક્ષિત કરવાનો છે.
આ પણ વાંચો: ગરમીથી પરેશના દિલ્હી-NCRના લોકો… UPથી લઈ મહારાષ્ટ્ર સુધી ભારે વરસાદને લઈ એલર્ટ
જો લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો
પાકિસ્તાનના વડા પ્રધાનના આરોગ્ય સંયોજક ડૉ. મુખ્તાર અહેમદે લોકોને અપીલ કરી છે કે જો તેમના પરિવારમાં મુસાફરી કર્યા પછી કોઈને એમપોક્સના લક્ષણો દેખાય તો તેમણે તરત જ પરિવારના સભ્યોથી પોતાને અલગ કરી લેવા જોઈએ. તદુપરાંત, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને તેમની સૂચનાઓનું પાલન કરો. તેમણે કહ્યું કે લક્ષણો દેખાવા માટે 10 થી 15 દિવસ લાગી શકે છે. દર્દી સાથે વધુ સમય વિતાવવાથી ચેપ ફેલાય છે. દર્દીને ક્વોરેન્ટાઇન કરવામાં આવે તો સારું રહેશે.