November 23, 2024

MS Dhoniએ લખનૌનાં એકાના સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ગઈ કાલની મેચમાં ઈતિહાસ રચી દીધો હતો. ધોનીએ IPL 2024 માં 5000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે.

વિશ્વનો પ્રથમ વિકેટકીપર
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટને પોતાના નામે વધુ એક રેકોર્ડ બનાવી દીધો છે. 42 વર્ષીય ધોની IPLમાં 5000 રન પુરા કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન ગઈ કાલની મેચ બાદ બની ગયો છે. ગઈ કાલની મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાણી હતી. એમએસ ધોનીએ માત્ર 9 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાથી 28 રન બનાવ્યા હતા. જોકે CSKની ટીમ મેચ જીતવામાં સફળ રહી ના હતી.

આ પણ વાંચો: IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સના KL રાહુલનું મોટું કારનામું!

આ રેકોર્ડ પણ તોડ્યો
ગઈ કાલની મેચમાં ધોનીએ 9 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા મારીને 28 રન બનાવ્યા હતા. આ કરતાની સાથે તે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેણે એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે. એમએસ ધોનીએ તેની 28 રનની અણનમ ઇનિંગ દરમિયાન વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધોનીએ 257 મેચમાં 5169 રન બનાવ્યા છે. એબી ડી વિલિયર્સ 5162 રન બનાવ્યા છે. હવે તેને પણ તેને પાછળ છોડી દીધો છે ધોની આગળ આવ્યો છે. ધોનીની ઉંમર 40 વર્ષની છે. તેણે IPLમાં 500થી વધુ રન બનાવ્યા છે. 40 વર્ષની ઉંમર બાદ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આ પહેલા ક્રિસ ગેલના નામે હતો. તેણે 481 રન બનાવ્યા હતા. હવે તેમનો રેકોર્ડ પણ ધોનીએ તોડી નાંખ્યો છે.