November 22, 2024

IPL 2025માં ધોનીને કરોડોનું નુકસાન થશે?

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે મોટી જાહેરાત કરી હતી. જેમાં રીટેન્શન નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમ પ્રમાણે IPL ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી શકે છે. તેમાં પણ એક જ ખેલાડી અનકેપ્ડ હોવો જોઈએ. આ સાથે વધુ એક નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ખેલાડીઓ 5 વર્ષ પહેલા નિવૃત્ત થયા છે આ સાથે જે ખેલાડી ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી અથવા જેમની પાસે છેલ્લા 5 વર્ષથી બીસીસીઆઈનો કોન્ટ્રાક્ટ નથી તેઓ અનકેપ્ડ પ્લેયર તરીકે હરાજીમાં ભાગ લઈ શકશે.

રીટેન્શન નિયમો જાહેર કર્યા
IPL 2025 માટે હરાજી પહેલા, ઈન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે મોટી જાહેરાત કરી છે. આ નિયમના કારણે હવે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે અનકેપ્ડ પ્લેયર તરીકે રમી શકશે. જોકે ધોનીના ચાહકોમાં ખુશી જોવા મળશે. , પરંતુ જો એમએસ ધોની અનકેપ્ડ પ્લેયર તરીકે રમે છે તો તેનાથી તેને જ નુકસાની થશે. આવો કેવી રીતે ધોનીને ટીમમાં સમાવેશ કરવા છતાં નુકસાન થશે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

ધોનીને નુકસાન થશે
આ નિયમ આવતાની સાથે ચેન્નાઈની ટીમ તેને અનકેપ્ડ ખેલાડી તરીકે લેશે. જોકે તેની સંભાવનાઓ પણ વધારે છે. જો આવું થાય છે તો ધોનીના પગારમાં 66% ઘટાડો થઈ જશે. વર્ષ 2021માં મેગા ઓક્શન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પરંતુ આ વખતે તેને જો રિટેન કરવામાં આવે છે તો તેને માત્ર 4 કરોડ જ ટીમ ચૂકવણી કરશે. ધોનીએ 15 ઓગસ્ટ વર્ષ 2020 ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેણે તેની છેલ્લી મેચ ભારત માટે વર્ષ 2019 રમી હતી. જ્યારે IPL 2025 શરૂ થાય ત્યાં સુધીમાં, ધોનીને ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યાને પાંચ વર્ષ અને માથે આઠ મહિના થઈ જશે. જેના કારણે ધોની એક અનકેપ્ડ ખેલાડી તરીકે રમતા જોવા મળી શકશે.