મુકેશ અંબાણી પરિવાર સાથે મહાકુંભમાં પહોંચ્યા, સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

Maha Kumbh 2025: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મહાકુંભમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા છે. મુકેશ અંબાણી માતા કોકિલાબેન અંબાણી પુત્ર અનંત, આકાશ, શ્લોકા અંબાણી સાથે મહાકુંભમાં પહોંચી સંગમમાં આસ્થાનું ડૂબકી લગાવી હતી. મુકેશ અંબાણી 12 ફેબ્રુઆરીએ મહાકુંભમાં યોજાનાર પૂર્ણિમા સ્નાન પહેલા અહીં પહોંચ્યા છે. થોડા દિવસો પહેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ તેમના સમગ્ર પરિવાર સાથે મહાકુંભમાં ભાગ લીધો હતો.

પ્રયાગરાજમાં મુકેશ અંબાણી અને અનંત અંબાણી હેલિકોપ્ટર પાસે જોવા મળ્યા હતા. પિતા અને પુત્ર બંને વાદળી કુર્તા અને નેહરુ જેકેટ પહેરીને પ્રયાગરાજ પહોંચ્યા છે. બીજા એક વીડિયોમાં આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી તેમના બાળકો સાથે જોવા મળ્યા હતા.

PM મોદી જે રૂટ પરથી આવ્યા હતા તે જ રૂટ પરથી અંબાણી સંગમ પહોંચ્યા
તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ પણ મહાકુંભમાં ભાગ લીધો હતો. તે અરૈલ ઘાટ થઈને સંગમ પહોંચ્યા હતા. મુકેશ અંબાણી પણ અરૈલ ઘાટ થઈને સંગમ પહોંચ્યા છે. તેમની સાથે આકાશ અને શ્લોકા અંબાણીના બાળકો પણ જોવા મળ્યા. અરૈલ ઘાટને VIP મુવમેન્ટ માટે રાખવામાં આવ્યો છે. અહીંથી લોકો હોડીઓમાં બેસીને સંગમ પહોંચી રહ્યા છે.

અંબાણી પરિવારે યાત્રાળુઓની સેવા કરવાનો સંકલ્પ લીધો
અંબાણી પરિવારે મહાકુંભમાં આવતા યાત્રાળુઓની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની CSR શાખા, રિલાયન્સ ફાઉન્ડેશન, મહાકુંભમાં ‘તીર્થ યાત્રી સેવા’ પહેલ પર કામ કરી રહી છે. આ અંતર્ગત મુસાફરોને સલામતી માટે મફત ખોરાક, આરોગ્ય સહાય, પરિવહન સેવા, કનેક્ટિવિટી અને મફત લાઇફ જેકેટ આપવામાં આવી રહ્યા છે.

આ સેવાઓ અને સુવિધાઓ મહત્તમ સંખ્યામાં યાત્રાળુઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ધાર્મિક સંગઠનો અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સહયોગમાં કામ કરી રહ્યું છે. મુકેશ અંબાણીનો પરિવાર ધીરુભાઈના સમયથી દ્વારકામાં શારદાપીઠ શંકરાચાર્યનો અનુયાયી રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન અહીં મહાકુંભ શારદાપીઠ મઠ શ્રી શંકરાચાર્ય ઉત્સવ સેવાાલય ફાઉન્ડેશન અને નિરંજની અખાડાના સહયોગથી સેવાકીય કાર્ય કરી રહ્યું છે.