કડીના ઘુમાસણ ગામમાં જુની અદાવતમાં હત્યા, નંદાસણ પોલીસે 9 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો

મહેસાણા: કડીના નંદાસણ પાસે આવેલ ઘુમાસણ ગામમાં જુની અદાવતમાં હત્યાની ધટના સામે આવી છે. જગાભાઈ શંકાજી ઠાકોર ટ્રેક્ટર લઈને ખેતરમાં કામ અર્થે ગયા હતા. ત્યારે ગામના જ 9 વ્યક્તિઓ ભેગા થઈને ખેડૂતને ટ્રેક્ટરમાંથી નીચે ઉતારીને ઢોર માર માર્યો હતો. જગાભાઈ ઠાકોરને શરીરના વિવિઘ ભાગોમાં ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ખેતરમાં મારામારી થતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

હુમલામાં ઈજાગ્રસ્તને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યા હતા. વધુ ઈજાઓને કારણે તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકને કુંડાળ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. નંદાસણ પોલીસે 9 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.