મુસ્લિમ સ્કોલરની સલાહ: જ્ઞાનવાપી હિંદુઓને આપી દો
વારાણસી: કાશી વિશ્વનાથ મંદિરની પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ASIના સર્વે રિપોર્ટ મુજબ, મસ્જિદનું નિર્માણ મંદિરની ઉપર જ કરવામાં આવ્યું છે. બીજી તરફ મુસ્લિમ સમુદાય આ રિપોર્ટને જ નકારી રહી છે. આ સમગ્ર ઘટના પર મુસ્લિમ સ્કોલર અબરાર જમાલે મુસ્લિમ લોકોને આડેહાથ લેતા કહ્યું કે, મુસ્લિમોએ હિંદુઓની સાથે બેસીને સમજોતો કરી લેવો જોઈએ.
બંને સમુદાયે સાથે મળીને વાત કરવી જોઈએ
મસ્જિદના ભોંયરેમાં કન્નડ. તેલુગૂ અને દેવનાગરી લીપીમાં શિલાલેખો મળી આવ્યા છે. જે ત્યાં પહેલા મંદિર હોવાની પુષ્ટી કરે છે. આ મામલે વિશ્વ હિંદુ પરિષદે પહેલા જ કહી દીધુ હતું કે મુસ્લિમ સમુદાયે જ્ઞાનવાપી હિંદુઓને સોંપી દેવી જોઈએ. આ મુદ્દા પર જમીયત હિમાયતુલ ઈસ્લામના અધ્યક્ષ અને મિસ્લિમ વિદ્વાન કારી અબરાર જમાલે મુસલમાનોને સલાહ આપતા જણાવ્યું કે, આ મુદ્દા પર મુસ્લિમ સમાજે હિંદુઓ સાથે બેસીને સમજોતો કરી લેવો જોઈએ. જે લોકો જ્ઞાનવાપી પરના એએસઆઈના રિપોર્ટને ખારીજ કરી રહ્યા છે. તે ટુકડે-ટુકડે ગેંગના લોકો છે.
ટુકડે- ટુકડે ગેંગના છે આ લોકો
આ સર્વે કોર્ટના ઓર્ડર પર કરવામાં આવ્યો હતો. હવે શું આ લોકોને કોર્ટ પર પણ ભરોસો નથી? શું હવે આ લોકો કોર્ટ અને દેશને પણ વહેંચવા માંગે છે? વધુમાં અબરારે કહ્યું કે, આરએસએસ ચીફ પહેલા જ કહી ચૂક્યા છેકે, હિંદુઓને બધી જ મસ્જિદમાં શિવલિંગની તપાસ નથી કરી રહ્યા. તો હવે મુસ્લિમ લોકોએ પણ સમજવું જોઈએ કે મોટું મન રાખીને સર્વસંમતિથી હિંદૂઓ સાથે બેસીને આ મુદ્દા પર વાત કરવી જોઈએ.
પ્રાણ પ્રતિષ્ઠામાં મળ્યુ હતું આમંત્રણ
અફગાનિસ્તાનના પહેલા ભાગલાનું કારણ ટુકડે-ટુકડે ગેંગ હતી. જે બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશને પણ આ લોકોએ જ અલગ કર્યા. હવે આ લોકો ભારતના ભાગલા માટે કામ કરી રહ્યું છે. મહત્વનું છેકે, અબરારને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અંગે પણ વાત કરતા અબરારે કહ્યું કે, હું રામ મંદિર ટ્ર્સ્ટના લોકોને આભારી છું કે તેમણે મને આ કાર્યક્રમનું નિમંત્રણ આપ્યું.
જ્ઞાનવાપીનો વિવાદ
અયોધ્યા મંદિરનો ચૂકાદો આવ્યા બાદ જ્ઞાનવાપી વિવાદે જોર પકડ્યુ છે. હિંદુ અને મુસ્લિમ સમુદાય બંને પક્ષો તેને લઈને કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે બાદ કોર્ટે ASIને સર્વે કરવા આદેશ આવ્યો હતો. જે સર્વેમાં બહાર આવ્યું હતું કે મંદિરની ઉપર જ મસ્જિદ બનાવવામાં આવી છે.