November 22, 2024

પત્નીએ કર્યા મોદી-યોગીના વખાણ તો પતિએ આપ્યા તલાક, મોં પર ફેંકી ગરમ દાળ

Triple Talaq for praising Modi and Yogi: ઉત્તર પ્રદેશમાં તલાકનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ મહિલાઓ માટે ટ્રિપલ તલાકનો કાયદો બન્યો હોવા છતાં પણ મહિલાઓ ટ્રિપલ તલાકનો શિકાર બની રહી છે. આવો જ એક તાજો કિસ્સો બહરાઈચ જિલ્લામાંથી સામે આવ્યો છે.

યોગી-મોદીના વખાણ, પતિએ આપ્યા છૂટાછેડા
ભગવાન રામની નગરી અયોધ્યામાં એક મુસ્લિમ મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરવી મોંઘી પડી. પત્નીના યોગી અને મોદીના વખાણ પતિને ન ગમ્યા. પીએમ મોદી-સીએમ યોગીના વખાણ સાંભળીને પતિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પત્નીનું મોઢું બાળી નાખ્યું. આ પછી તેણે તેને ટ્રિપલ તલાક પણ આપી દીધા.

ગરમ દાળ પણ ફેંકી
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે મરિયમ નામની મહિલાએ યુપીના બહરાઈચમાં પોલીસને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, અગાઉ પણ તેને માર મારવામાં આવ્યો હતો અને તેના પર ગરમ દાળ ફેંકવામાં આવી હતી અને પછી તેણે છૂટાછેડા લઈ લીધા હતા તેને ટ્રિપલ તલાક આપીને.

હવે જાણો આખો મામલો
યુપીના બહરાઈચ જિલ્લામાંથી ટ્રિપલ તલાકનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. બહરાઈચ જિલ્લાના જરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી મરિયમ નામની યુવતીના લગ્ન ડિસેમ્બર 2023માં અયોધ્યાના દિલ્હી દરવાજાના રહેવાસી અરશદ સાથે થયા હતા. બંને વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. હવે પીડિત મરિયમ અયોધ્યા જવા રવાના થઈ ગઈ હતી. અયોધ્યાની સુંદરતા અને અયોધ્યામાં વિકાસ કાર્યો જોઈને તેણે પોતાના પતિ સામે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા.