‘દુકાન પર નામ’: કોંગ્રેસ સરકાર પણ યોગીના નિર્ણયનો અમલ કરશે
Name on Shop: ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા દુકાનો પર નામ લખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારને પણ તે પસંદ આવી છે. હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે તેમની સરકારે પણ આ નિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે.
હિમાચલ પ્રદેશના શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહે યુપી સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ પણ તેને મજબૂતીથી લાગુ કરશે. તેમણે કહ્યું કે લોકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. વિક્રમાદિત્ય સિંહે બુધવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ગઈકાલે યુડી (શહેરી વિકાસ) અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક યોજાઈ હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ‘જેટલા પણ સ્ટ્રીટ વેન્ડર્સ છે જે સામાન વેચે છે, ખાસ કરીને જેઓ ખાણી-પીણી વેચે છે. કોઈ મોમોઝ વેચી રહ્યું છે તો કોઈ નૂડલ્સ વેચી રહ્યું છે. આપણે તેના બંને બાજુ પર કાર્યવાહી કરવી જોઈએ. હાઈજેનિક ફૂડ જ વેચવું જોઈએ.
વિક્રમાદિત્યએ વધુમાં કહ્યું, ‘લોકોએ ઘણી ચિંતાઓ વ્યક્ત કરી હતી. જેને સમજીને અમે યુપીની જેમ સ્ટ્રીટ વેન્ડર્સ માટે પણ નામ અને આઈડી હોવું ફરજિયાત બનાવ્યું છે. અમે તેને પૂરી તાકાતથી લાગુ કરવાનો નિર્ણય પણ લીધો છે. જે કોઈ દુકાન ચલાવતો હોય અથવા સ્ટ્રીટ વેન્ડર હોય તેણે આઈડી બનાવવું પડશે. જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા સર્જાય તો પારદર્શિતા સાથે કાર્યવાહી કરી શકાય. સ્ટ્રીટ વેડિંગ કમિટી દ્વારા આઈડી કાર્ડ બનાવવામાં આવશે. તેના પર તેના ફોટોગ્રાફ, રજીસ્ટ્રેશન નંબર સહિતની તમામ માહિતી હશે. ખાસ કરીને ફૂડ સ્ટોલ પર આનો અમલ થવો જોઈએ.
આ પણ વાંચો: PM મોદી સોનીપતમાં વિપક્ષ પર ગર્જયા: ‘કોંગ્રેસે હરિયાણાને ‘દલાલો’ અને ‘જમાઈઓ’ને સોંપી દીધું’
તેના એક દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે ખાણીપીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ વગેરેને લઈને નવો આદેશ જારી કર્યો છે. જેમાં સંચાલકો, માલિકો અને મેનેજરોના નામ અને સરનામા ફરજિયાતપણે દર્શાવવાના રહેશે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્દેશ આપ્યો હતો કે શેફ અને વેઈટરોએ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા જોઈએ, ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવવું જોઈએ. CM યોગી આદિત્યનાથે ખાદ્ય પદાર્થોમાં થૂંક અને પેશાબની ભેળસેળની ઘટનાઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. અગાઉ જ્યારે કાવડ રૂટ પરની દુકાનો પર નામ લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે તેના પર ભારે વિવાદ થયો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.