December 4, 2024

નરગીસ ફખરીની બહેનનો ખૂની ખેલ, ડબલ મર્ડર કેસના આરોપમાં ન્યૂયોર્ક પોલીસે કરી ધરપકડ

Mumbai: ‘રોકસ્ટાર’ ફેમ નરગીસ ફખરીની બહેન આલિયા ફખરીની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી છે. તેના પર તેના બોયફ્રેન્ડને જીવતો સળગાવવાનો આરોપ છે. 43 વર્ષીય આલિયા પર બે માળના ગેરેજમાં આગ લગાવવાનો આરોપ છે. જેમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડની હત્યા કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ થર્મલ ઈજાના કારણે મૃત્યુ થયું છે. જોકે, નરગીસ ફખરીની માતાએ પોતાની પુત્રી પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું છે કે મારી દીકરી કોઈની હત્યા કરી શકે નહીં.

આલિયા પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આલિયા પર તેના એક્સ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, આલિયાએ ન્યૂયોર્કના એક ગેરેજમાં આગ લગાવી દીધી હતી. તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એડવર્ડ જેકબ્સ તેની મિત્ર એટીન સાથે તે ગેરેજમાં હાજર હતો અને તે બંને મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: કેરળ: અલપ્પુઝામાં કાર અને બસની ટક્કર, 5 મેડિકલ વિદ્યાર્થીઓના મોત

નરગીસની માતાની પ્રતિક્રિયા આવી
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ બાદ તે ક્વીન્સ ક્રિમિનલ કોર્ટમાં હાજર થઈ હતી. જોકે તેને જામીન મળી શક્યા ન હતા. આ મામલે ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું, “આરોપીઓએ જાણી જોઈને આગ લગાવી, જેના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા.” આ બાબતે નરગીસની માતાએ કહ્યું કે તેની પુત્રી આવું કરી શકે નહીં. તે દરેકને મદદ કરે છે અને બીજાની પણ કાળજી લે છે.