2 દિવસમાં 50 હજાર શ્રદ્ધાળુઓએ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરી

પ્રવિણ પટવારી, નર્મદાઃ બે દિવસમાં નર્મદાની પંચકોશી પરિક્રમામાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા છે. દિવસે તાપમાનનો પારો ઉંચો રહેતો હોવાથી લોકો હવે મળસ્કે પરિક્રમા કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે.

નર્મદા નદીમાં મગરોનો વસવાટ હોવાથી તંત્રએ નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. તેના સ્થાને રામપુરા, શહેરાવ અને તિલકવાડામાં કિનારાથી દૂર ન્હાવા માટે ફૂવારાની વ્યવસ્થા કરી છે. શનિવારથી શરૂ થયેલી પંચકોશી પરિક્રમા 27મી એપ્રિલ સુધી ચાલશે. બે દિવસમાં 50 હજારથી વધારે શ્રધ્ધાળુઓએ 21 કિમીના રૂટ પર પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું.

નર્મદા નદીના કિનારે 3 સ્થળે ફૂવારા મુકવામાં આવ્યાં છે. જેમાં નદીમાંથી મોટર મારફતે પાણી ખેંચવામાં આવે છે. નાના બાળકો અને મોટેરાઓ પણ ફુવારા પદ્ધતિથી નર્મદા સ્નાન કરે છે. નર્મદા સ્નાનનો મહિમા જળવાય સાથે સેફ્ટી પણ હોય લોકોમાં આનંદિત થઈ જતા હોય છે.