નવસારીમાં કુપોષણ ઘટતા સાંસદ સીઆર પાટીલે આનંદ વ્યક્ત કર્યો
નવસારીઃ ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં હજુ કુપોષણ મોટા પ્રમાણમાં છે. ખાસ કરીને પછાત વિસ્તારમાં વધુ પ્રમાણમાં કુપોષણ જોવા મળે છે. ત્યારે નવસારી જિલ્લામાં સુખદ પરિણામ જોવા મળ્યું હતું. તેને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે એક્સ પોસ્ટ કરીને જાણકારી આપી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમણે એક્સ પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત નવસારી જીલ્લામાં કુપોષણ સામે છેડેલા યુદ્ધનું સુખદ પરિણામ જોવા મળી રહ્યું છે એનો મને ખૂબ આનંદ છે, આજે નવસારી જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટી છે.’
સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત નવસારી જીલ્લામાં કુપોષણ સામે છેડેલા યુદ્ધનું સુખદ પરિણામ જોવા મળી રહ્યું છે એનો મને ખૂબ આનંદ છે, આજે નવસારી જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટી છે.
માર્ચ 2022માં કુપોષણમુક્ત નવસારી અભિયાન શરૂ કરાયું હતું, મે-2022માં કુપોષિત બાળકોની સંખ્યા 7247… pic.twitter.com/pOP33lF5eC— C R Paatil (@CRPaatil) February 12, 2024
વધુમાં લખ્યુ હતુ કે, ‘માર્ચ 2022માં કુપોષણમુક્ત નવસારી અભિયાન શરૂ કરાયું હતું, મે-2022માં કુપોષિત બાળકોની સંખ્યા 7247 હતી, જે ડિસેમ્બર 2023માં ઘટીને માત્ર 1500 થઇ ગઇ છે. આ અભિયાનને સફળ બનાવનાર સર્વ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, આંગણવાડીઓ, આંગણવાડીઓનાં વર્કરો, નવસારી જીલ્લાનાં નાગરિકો, વિવિધ સમાજના આગેવાનશ્રીઓ સૌને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે બહુ જલ્દી આપણો નવસારી જીલ્લો કુપોષણમુક્ત જીલ્લો બનશે.’