નીતા ચૌધરીને હાઇકોર્ટમાં ન મળી રાહત, 6 ઓગસ્ટ સુધી રહેવું પડશે જેલમાં
જયેશ ચૌહાણ, અમદાવાદ: બુટલેગરો સાથે સંબંધો ધરાવનાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને હાલ હાઇકોર્ટમાંથી રાહત નથી મળી. નીતા ચૌધરી કેસમાં કોશિંગ પિટિશન પર સુનાવણી થવાની હતી. પરંતુ, મળતી માહિતી મુજબ હવે આજે ગુજરાત હાઇકોર્ટમાં કોશિંગ પિટિશન પર સુનાવણી ન થઈ શકી. જેને પગલે નીતા ચૌધરીને આગામી 6 ઓગસ્ટ સુધી જેલમાં જ રહેવું પડશે.
મળતી માહિતી મુજબ, આજે ગુજરાત હાઇકોર્ટમાં નીતા ચૌધરી મામલે કોશિંગ પિટિશન પર સુનાવણી ટાળી ગઈ છે. હવે આગામી 6 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. જેને પગલે આગામી 6 ઓગસ્ટ સુધી નીતા ચૌધરીને જેલમાં જ રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે, CID ક્રાઇમમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા નીતા ચૌધરી પર કચ્છમાં પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો આરોપ છે અને આ મામલે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે આરોપી નીતા ચૌધરી બુટલેગર સાથે કારમાં સવાર હતા. જોકે, પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યા બાદ નીતા ચૌધરી બુટલેગર સાથે કારમાં ફરાર થઈ ગઈ હતી. બાદમાં ભચાઉ પોલીસ દ્વારા કચ્છના ગાંધીધામથી નીતા ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી હતી. નીતા ચૌધરીએ હાઇકોર્ટમાં રાહત માંગતી અરજી કરી હતી.