નિકોલસ પૂરને T20 ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

Nicholas Pooran: T20 ક્રિકેટને હંમેશા બેટ્સમેન માટે જાણીતી છે. આ સમયે કોઈ પણ બેટ્સમેન બોલને બાઉન્ડ્રીની પાર મોકલે છે ત્યારે ચાહકોમાં ભારે ખુશી જોવા મળે છે. જોકે ક્રિકેટમાં હમેંશા રેકોર્ડ તૂટતા હોય છે. હવે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરને એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. તેણે તમામ ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે. બેટ્સમેન નિકોલસ પૂરને એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવો મુશ્કેલ લાગે છે.
કેરેબિયન પ્રીમિયર લીગમાં 93 રનની ઇનિંગ
નિકોલસ પૂરન છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. નિકોલસ પૂરન કેરેબિયન પ્રીમિયર લીગ 2024માં ઘણા રન બનાવી રહ્યો છે. તેણે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સની ટીમ સામે 43 બોલમાં 93 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 6 ફોર અને 7 સિક્સર મારી હતી. તેની આ ઈનિંગના કારણે ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. ખાસ વાત એ હતી કે તે અંત સુધી અણનમ રમ્યો હતો.
આ પણ વાંચો: ના ગિલ, ના હાર્દિક; આ ક્રિકેટર અનન્યા પાંડેનો ક્રશ
T20 ક્રિકેટમાં 150 છગ્ગા પૂરા કર્યા
મેચમાં 7 છગ્ગા ફટકારીને, નિકોલસ પૂરને વર્ષ 2024માં T20 ક્રિકેટમાં તેની 150 છગ્ગા પૂર્ણ કરી લીધી છે. તે T20 ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં 150 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. નિકોલસ પૂરને T20 ક્રિકેટમાં અત્યાર સુધી 361 મેચ રમી છે જેમાં તેણે ટોટલ 8032 રન બનાવ્યા છે. તે T20 ક્રિકેટના ઈતિહાસમાં ચોથો સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે.