અમને અમારી સેના પર ખૂબ ગર્વ છે…. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીને શિખર ધવને ઝાટક્યો

Shikhar dhawan: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને યોગ્ય જવાબ આપ્યો છે. શિખર ધવને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા સંદેશમાં શાહિદ આફ્રિદીની ટીકા કરી અને ભારતીય સેના પરની તેની ટિપ્પણીઓની નિંદા કરી.

પોતાની પોસ્ટમાં ધવને આફ્રિદીને 1999 માં કારગિલ યુદ્ધમાં ભારત હાથે પાકિસ્તાનની હારની યાદ અપાવી. આફ્રિદીને ટેગ કરતા શિખર ધવને લખ્યું, “અમે તમને કારગિલમાં પણ હરાવ્યા હતા. તમે પહેલાથી જ આટલા નીચે પડી ગયા છો, તમે હજુ કેટલું નીચે પડશો?” આફ્રિદીની ટીકા કરતા, ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું, “બિનજરૂરી ટિપ્પણીઓ કરવાને બદલે તમારા દેશની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે શાહિદ આફ્રિદી. અમને અમારી ભારતીય સેના પર ખૂબ ગર્વ છે. ભારત માતા કી જય. જય હિન્દ.”

અસદુદ્દીન ઓવૈસીએ પણ આકરા પ્રહારો કર્યા હતા
આ પહેલા હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ શાહિદ આફ્રિદીને વાંધાજનક અને ભારત વિરોધી ટિપ્પણી કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પહલગામમાં ભારત પર “ભૂલો” કરવાનો આરોપ લગાવ્યો હતો.