T20 વર્લ્ડ કપ 2024માંથી પાકિસ્તાન આઉટ, અમેરિકા સુપર 8 માટે ક્વોલિફાય
T20 World Cup: આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024 દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન એકદમ સામાન્ય રહ્યું છે, જેના પરિણામે તે આ મેગા ICC ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જોકે આમાં વરસાદે પણ મોટી ભૂમિકા ભજવી હતી. પરિસ્થિતિ એવી હતી કે પાકિસ્તાનને સુપર 8માં પહોંચવા માટે તેની આગામી મેચ આયર્લેન્ડ સામે જીતવી પડે તેમ હતું. તેમજ અમેરિકાને તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ હારી જાય. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો પણ યુએસએને એક પોઇન્ટ મળે છે. પછી પાકિસ્તાન બહાર થઈ ગયું હોત, કારણ કે અમેરિકાને ફરીથી 5 પોઈન્ટ મળ્યા હોત અને જો પાકિસ્તાન તેની છેલ્લી મેચ જીતી ગયું હોત તો તે હજુ પણ માત્ર 4 પોઈન્ટ સુધી પહોંચી શક્યું હોત.
અમેરિકાની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ
જોકે આયર્લેન્ડ અને અમેરિકાની મેચ દરમિયાન જેની આશંકા હતી તે જ થયું. ICC T20 વર્લ્ડ કપ 2024 ની 30મી મેચ ફ્લોરિડામાં 14 જૂનની રાત્રે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે રમાવાની હતી. ફ્લોરિડામાં અત્યારે હવામાન ખૂબ જ ખરાબ છે. ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ.
આ પણ વાંચો: …તો ટી-20 વર્લ્ડ કપમાં વધુ એક ઉલટપેર થઈ જાત, સાઉથ આફ્રિકા સામે માત્ર 1 રને હાર્યું નેપાળ
આનાથી યુએસએને એક પોઇન્ટ મળ્યો અને સુપર 8 માટે ક્વોલિફાય થયું જ્યારે પાકિસ્તાન આ વર્ષે ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. હવે ભલે પાકિસ્તાન તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ આયર્લેન્ડ સામે જીતે. તો પણ તે સુપર 8 માટે ક્વોલિફાય કરી શકશે નહીં. વરસાદના કારણે માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ ICCને પણ નુકસાન થયું છે.
વરસાદના કારણે ICCને પણ મોટું નુકસાન
ખરેખરમાં વિશ્વ ક્રિકેટમાં પાકિસ્તાનનો હંમેશા રૂતબો રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમનું પ્રદર્શન બગડ્યું છે. આવી સ્થિતિમાં જો તે સુપર 8માં પહોંચ્યું હોત તો ICCને તેનો ફાયદો થયો હોત. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમી ફાઈનલ કે ફાઈનલ થઈ હોત તો જેટલી મોટી મેચ, તેટલી વધુ કમાણી. સ્ટેડિયમો ભરાઈ જતા અને લાખો પ્રશંસકો ટીવી અથવા ઓનલાઈન લાઈવ મેચ જોઈ રહ્યા હોતા. તો સુપર 8માં પાકિસ્તાન ન આવવાને કારણે ICC અને બ્રોડકાસ્ટર્સને પણ નુકસાન થયું છે.