December 3, 2024

સિડનીના મોલમાં આતંકી હુમલાથી અફરાતફરી, હુમલાખોર સહિત 7ના મોત

સિડની: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થયેલા આતંકી હુમલામાં હુમલાખોર સહિત 7 લોકોના મોત થયા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, સિડનીના એક શોપિંગ સેન્ટરમાં ગોળીબાર અને છરાબાજી બાદ આ 6 લોકોની હત્યા કરવામાં આવી હતી. બાદમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો. સિડની પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલો માની રહી છે. હુમલા બાદ મોલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા દરેક જગ્યાએ દોડવા લાગ્યા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોલમાં ફસાયેલા હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ પોલીસે જણાવ્યું કે સમગ્ર મોલને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ્સ વાયરલ થઇ રહી છે જેમા જોઇ શકાય છે કે મોલમાંથી કેટલાક લોકો ભાગી રહ્યા છે તો પોલીસની ગાડીઓ પણ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ બે હુમલાખોરો હતા જેમાંથી એક માર્યો ગયો છે. જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે.

હુમલાખોરો ક્યાંથી આવ્યા? તપાસ ચાલુ છે
રિપોર્ટ અનુસાર, આ આતંકી હુમલો બોન્ડી જંક્શન પર થયો હતો. સિડની પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોનો હેતુ સંભવતઃ દુકાનદારોને નિશાન બનાવવાનો હતો. મોલ કેમ્પસમાં ઇમરજન્સી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળોએ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓએ શોપિંગ સેન્ટરમાં ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ લોકો ત્યાંથી ભાગતા જોવા મળ્યા હતા.

શોપિંગ સેન્ટર ભરચક હતું
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે જણાવ્યું હતું કે હુમલો વિશાળ વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલ ​​કોમ્પ્લેક્સમાં થયો હતો. જે શનિવારે બપોરે દુકાનદારોથી ભરેલો હતો. હાલમાં મોલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની વિનંતી કરી છે. બનાવ સંદર્ભે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે હુમલો ક્યાંથી થયો અને તેની માંગણી શું હતી.