November 25, 2024

પેપર લીક કરનારને 10 વર્ષની થશે સજા, લોકસભામાં બિલ પસાર

Paper Leak Cases: સરકારી પેપર લીક વિરુદ્ધનું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ એક નવું બિલ છે જે પરીક્ષાના પેપર લીક કરવાના દોષિતોને સજા કરવા માટે લાવવામાં આવ્યું છે. જેમાં શાળાની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ બિલમાં સરકારે ગુનેગારો સામે ખૂબ જ કડક જોગવાઈઓ લાગુ કરી છે. જો દોષી સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. ચાલો જાણીએ કે છેલ્લા 5 વર્ષમાં ભારતના કયા રાજ્યોમાં પેપર લીકના કેટલા કેસ નોંધાયા છે.

સરકારે 6 ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક સામે નવું બિલ પસાર કર્યું છે. હવે તેને ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદો બની જશે. પેપર લીક સામેનું આ બિલ એવા વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ છે કે જેઓ આખું વર્ષ મહેનત કરીને પરીક્ષામાં પાસ થયા પછી પોતાના પગ પર ઊભા થઈ જશે એવી આશા સાથે પેપર આપે છે. જોકે ઘણા કેટલીકવાર પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળે છે. પેપર લીકની સમસ્યાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે લોકસભામાં પેપર લીક સામે બિલ રજૂ કર્યું હતું. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર છેલ્લા 5 વર્ષમાં ભારતના 15 રાજ્યોમાં પેપર લીકના મામલા સામે આવ્યા છે. 41 જેટલી નોકરીની ભરતી પરીક્ષાઓમાં પરીક્ષા પહેલા પેપર લીક થઈ ગયું હતું, જેના કારણે ઘણા ઉમેદવારોના સપના ચકનાચૂર થઈ ગયા હતા અને તેઓએ ફરીથી પરીક્ષાની રાહ જોવી પડી હતી.

રાજસ્થાનમાં પેપર લીકના સૌથી વધુ કેસ
માહિતી અનુસાર તેલંગાણા અને મધ્યપ્રદેશમાં 5 પરીક્ષાના પેપર લીક થયા છે. તેલંગાણાની આ 5 પરીક્ષાઓમાં 3,770 પદો પર ભરતી થવાની હતી જેના માટે 6 લાખ 74 હજાર ઉમેદવારો હાજર થવાના હતા પરંતુ તે પહેલા જ પેપર થઇ ગયું હતું. બીજી બાજુ એમપીની 5 પરીક્ષાઓમાં કુલ 3,690 પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં 1 લાખ 64 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં 3 પરીક્ષાઓના પેપર લીક થયા છે.

પેપર લીકને લઈને લોકસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું
પેપર લીકના મુદ્દાને ગંભીરતાથી લેતા પ્રવેશ પરીક્ષાઓમાં છેતરપિંડી અને પેપર લીકને રોકવા માટે લોકસભામાં નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ કાયદાનો હેતુ પેપરમાં નકલ ઘટાડવાનો છે. જો આ કેસમાં કોઈ દોષી સાબિત થાય છે તો 3 થી 5 લાખ રૂપિયાના દંડ અને 1 થી 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. સોમવારે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં આ બિલને મંજૂરી આપી હતી. પ્રસ્તાવિત બિલમાં વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવશે નહીં, પરંતુ સંગઠિત અપરાધ, માફિયા અને મિલીભગતમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. ગુજરાત જેવા કેટલાક રાજ્યો આ સમસ્યાનો સામનો કરવા માટે પોતાના કાયદા લાવ્યા છે. ગયા વર્ષે પરીક્ષાના પેપર લીક થયા બાદ રાજસ્થાનમાં શિક્ષક ભરતી પરીક્ષા, હરિયાણામાં ગ્રુપ-ડીની જગ્યાઓ માટેની કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET), ગુજરાતમાં જુનિયર ક્લાર્ક માટેની ભરતી પરીક્ષા અને બિહારમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા સહિતની અન્ય પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.