September 18, 2024

Paris Olympics 2024: ટેબલ ટેનિસમાં આ ખેલાડીઓ પાસે ઓલિમ્પિક મેડલની આશા

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થવામાં હવે થોડા જ દિવસની અંદર શરૂ થવાનો છે. ભારતના 117 ખેલાડીઓની ટીમ વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં લેશે. ભારતીય ચાહકો આ વખતે ઓલિમ્પિક ગેમ્સમાં તેમના ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.

ઘણા ખેલાડીઓનું શાનદાર ફોર્મ
ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા હતા, જ્યારે આ વખતે મેડલની સંખ્યા ડબલ ફિગરને પાર કરે તેવી આશા ભારતીયો રાખી રહ્યા છે. ટેબલ ટેનિસ પણ એક એવી ઈવેન્ટ છે જેમાં પ્રથમ વખત મેડલ જીતવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પુરૂષ અને મહિલા ખેલાડીઓ સહિત 6 ખેલાડીઓ ભાગ લેવાના છે. ટેબલ ટેનિસને વર્ષ 2008માં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યું છે. ત્યારથી જ તે ઓલિમ્પિકમાં ભાગ બની રહ્યું છે. ટેબલ ટેનિસની વાત કરવામાં આવે તો વિશ્વના માત્ર 16 દેશોને જ ક્વોલિફાઈ કરવાની તક મળે છે જેમાં ભારત પ્રથમ વખત ઓલિમ્પિકમાં ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાઈ કરવામાં સફળ રહ્યું છે.

આ પણ વાંચો: આવતીકાલે એશિયા કપ 2024માં ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે ટક્કર

આ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ
ભારતીય પુરૂષ ટીમની વાત કરીએ તો તેની વર્લ્ડ રેન્કિંગ 14 અને મહિલાની વાત કરવામાં આવે તો મહિલા ટીમની રેન્કિંગ 11 છે. 27 જુલાઈથી લઈને 5 ઓગસ્ટ સુધી પેરિસ ઓલિમ્પિકમાં કુલ 5 ટેબલ ટેનિસ ઈવેન્ટ્સનું આયોજન કરાશે. પુરૂષ ખેલાડીઓમાં 42 વર્ષીય અચંતા શરથ કમલનું નામ છે. જેઓ પાંચમી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને આ વખતે પીવી સિંધુની સાથે ધ્વજવાહક બનશે, હરમીત દેસાઈ અને માનવ છે. ટેબલ ટેનિસ ઈવેન્ટમાં 60 દેશોના કુલ 172 ખેલાડી ભાગ લેવાના છે. જેમાંથી 86 મહિલા અને 82 પુરુષ ખેલાડીઓ છે.