December 23, 2024

India House: RIL ફાઉન્ડેશને પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે દેશનું પ્રથમ કન્ટ્રી હાઉસ બનાવ્યું

Paris Olympics 2024: ભારતમાં 40 વર્ષના અંતરાલ પછી ઓક્ટોબર 2023માં IOC સત્ર યોજાયું હતું. આ સાથે જ ભારતે વૈશ્વિક ઓલિમ્પિક મૂવમેન્ટમાં પોતાને મુખ્ય દેશ તરીકે સ્થાપિત કરવાની દિશામાં પહેલી હરણફાળ ભરી હતી, અને વિશ્વને એક નવા, મહત્વાકાંક્ષી ભારતની ઝાંખી કરાવી હતી. IOC સેશનથી ભારતને મળેલા વેગને આગળ વધારતાં આગામી Paris Olympics 2024માં સૌપ્રથમવાર ઈન્ડિયા હાઉસની સ્થાપના સાથે તેની વૈશ્વિક રમતગમત મહત્વાકાંક્ષાઓની દિશામાં એક સાહસિક ડગલું ભરી રહ્યું છે. આ સીમાચિહ્નરૂપ પહેલનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે વર્ચસ્વપૂર્ણ તાકાત બનવા તરફ પ્રેરિત કરવા, ઓલિમ્પિક્સમાં વધુ સફળતા મેળવવા અને ભવિષ્યમાં ગેમ્સની યજમાનીનો માર્ગ તૈયાર કરવાનો છે.

આ પણ વાંચો: Video: કાઉન્ટી ચેમ્પિયનશિપના ઈતિહાસની સૌથી મોંઘી ઓવર, એક ઓવરમાં 46 રન

ઈન્ડિયા હાઉસનો સમાવેશ રિલાયન્સ ફાઉન્ડેશન અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈ.ઓ.એ.)ની લાંબા ગાળાની ભાગીદારીની મહત્વકાંક્ષાઓમાં થાય છે, જેનો ઉદ્દેશ ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા સાથે ભારતીય એથ્લીટ્સના પ્રદર્શનને ઉન્નત બનાવવા, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને સપોર્ટ કરવાનો તેમજ વૈશ્વિક ફલક પર રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખ પ્રસ્થાપિત કરવાનો છે.

શા માટે કન્ટ્રી હાઉસ?
ઓલિમ્પિક ગેમ્સની એક પાયાની વિશેષતા એવા ઓલિમ્પિક હોસ્પિટાલિટી હાઉસીસ તરીકે એથ્લીટ્સ, મીડિયા, મુલાકાતીઓ અને સમર્થકોને તેમની સંસ્કૃતિ, આતિથ્ય સત્કાર અને રાષ્ટ્રીય ગૌરવ દર્શાવવા માટે ભાગ લેનારા દેશો માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ હાઉસીસ ચાહકો માટે તેમના એથ્લીટ્સ/ટીમ્સને સ્પર્ધાઓ દરમિયાન સપોર્ટ કરવા તેમજ ઉજવણી કરવાના સ્થાન તરીકે પણ સેવા આપે છે, અને એથ્લીટ્સ તેમજ તેમના પરિવારો માટે ગેમ્સ દરમિયાન “ઘરથી દૂરના ઘર” તરીકે વર્તે છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 માટે ભારતીય ટીમની જાહેરાત, 16 ખેલાડીઓને મળ્યું સ્થાન

ઓલિમ્પિક હાઉસ દેશની ટીમના પ્રશંસકો માટે સ્પર્ધાત્મક ઈવેન્ટ્સ દરમિયાન ઇવેન્ટ “વોચ-પાર્ટીસ” અને ઉજવણીઓ માટે ભેગા થવાનું સ્થળ પણ બની જાય છે, અને અમુક સંજોગોમાં, મેડલ જીતનારા એથ્લીટ્સ દિવસ દરમિયાન અથવા સાંજે અહીં આવે છે. 2016 રિયો ઓલિમ્પિક્સમાં રિયોની આસપાસ 35થી વધુ ઓલિમ્પિક કમિટી-સંલગ્ન હોસ્પિટાલિટી હાઉસીસ હતા, જેમાં 27 સત્તાવાર રિયો 2016 વેબસાઇટની યાદીમાં હતા. આ હાઉસીસે મુલાકાત લેતા ચાહકોને અનોખી અનુભૂતિ કરાવી હતી. ઉદાહરણ તરીકે રિયોમાં હાઈનેકન હોલેન્ડ હાઉસમાં એક ક્રાય રૂમ, એક પૂલ, એક સ્વિમ-અપ બાર અને ઓલિમ્પિક્સનું લાઈવ સ્ટ્રીમિંગ કરતી બે માળની વીડિયો સ્ક્રીન હતી.

ઘરથી દૂર એક ઘર
પેરિસ ગેમ્સમાં ઈન્ડિયા હાઉસ આખા વિશ્વ, વિશ્વભરના પ્રશંસકો માટે, વૈશ્વિક રમતગમત દુનિયાના મુખ્ય હિતધારકો, ભારતીય પ્રવાસીઓ, મીડિયા અને એથ્લીટ્સ માટે ભારતની ઝાંખી કરાવશે. એવું પણ પ્રથમ વખત બનશે કે ભારતીય એથ્લીટ્સ માટે ઓલિમ્પિક્સમાં એક પોતાનું ઘર હશે જે ભારતની રમતગમતની સિદ્ધિઓ અને ખેલાડીઓની ઉજવણી કરશે. ઈન્ડિયા હાઉસ પાર્ક ડે લા વિલે ખાતે આવેલું હશે, જે પેરિસનો ત્રીજો સૌથી મોટો પાર્ક હશે, અને 55.5 હેક્ટરનું (137 એકર) ક્ષેત્રફળ ધરાવનારો તેમજ શહેરના ઉત્તરપૂર્વીય છેડે સ્થિત રહેશે.

ઈન્ડિયા હાઉસ તમામ પ્રયાસોમાં ખાસ કરીને રમતગમતના ક્ષેત્રમાં સફળતા માટે દેશના અતૂટ સંકલ્પને મૂર્ત સ્વરૂપ આપશે. ઉપરાંત, એક સમર્પિત વિભાગ ભારતની 100 વર્ષથી વધુની સફરને ઓલિમ્પિકમાં તેના પહેલા પ્રદર્શનને યાદ કરાવવાની સાથે સાથે આપણી રમતગમતની ભાવિ મહત્વાકાંક્ષાઓને પણ પ્રકાશિત કરશે. એકંદરે ઈન્ડિયા હાઉસ તમામ સીમાડાઓને પાર કરવા માટે તૈયાર છે, આ બધું વિશ્વ સમક્ષ ભારતની સમૃદ્ધનો વારસો અને અમર્યાદ ક્ષમતાનું પ્રદર્શન કરવાની સાથે – સંસ્કૃતિઓનો સેતુ બનવા અને ઓલિમ્પિક ઉત્સાહીઓ વચ્ચે સાયુજ્ય વધારવા માટે તૈયાર છે.