વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચી, ક્યૂબાની લોપેઝ ગુઝમેનને હરાવી
અમદાવાદઃ વિનેશ ફોગાટે ઇતિહાસ રચી દીધો છે. ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ મહિલા કુસ્તીબાજ છે. તેણે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં ક્યૂબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હરાવી છે. વિનેશ પહેલા રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં તેમણે ક્યૂબાની કુસ્તીબાજ પર ડબલ લેગ એટેક કર્યો અને ચાર પોઈન્ટ મેળવ્યા હતા. તેમણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી દીધી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે.
ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટની ગયા મહિને જ લોપેઝ સાથે સ્પર્ધા થઈ હતી અને વિનેશે તે સ્પેનિશ ગ્રાન્ડ પ્રિકસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ વિનેશે લોપેઝને 3-1થી હરાવી હતી.
ટોક્યોમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી છે
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પણ 50 કિલોગ્રામની સેમિફાઈનલમાં જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. વિનેશ ફોગાટે અગાઉ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં તેણે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી હતી. સુસાકી ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોકિયો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે.