November 21, 2024

કોલેજના વહીવટી અધિકારી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે: MLA પ્રકાશ વરમોરા

Patan: સુરેન્દ્રનગર પાટણની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે આ ઘટનાને લઈ ધાંગધ્રા – હળવદના MLAએ રજૂઆત કરી છે. MLA પ્રકાશ વરમોરાએ CM અને ગૃહમંત્રીને રજૂઆત કરતા કહ્યું છે કે, કોલેજના વહીવટી અધિકારી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: ગૌતમ અદાણી પર છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ, અમેરિકામાં ધરપકડ વોરંટ જારી

મળતી માહિતી અનુસાર પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સીનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું હતું. આ ઘટના બાદ રેગિંગને લઈ રોજ નવાં-નવાં રહસ્યો બહાર આવી રહ્યાં છે. જોકે, હવે ધાંગધ્રા – હળવદના MLA પ્રકાશ વરમોરાએ CM અને ગૃહમંત્રીને રજૂઆત કરી છે કે કોલેજના વહીવટી અધિકારી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મૃતક વિદ્યાર્થી ધાંગધ્રા જેસડા ગામનો વતની હતો.