January 5, 2025

લેટરકાંડઃ પાયલ ગોટીના જામીન મંજૂર, ઈજ્જતના ભોગે દીકરી આખરે મુક્ત

દશરથ, અમરેલી: અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં આરોપી પાયલ ગોટીનો મામલે વધુ એક માહિતી સામે આવી છે. હાલ પાયલને જામીન મળી ગયા છે. જેલમુકતિ બાદ પાયલ ઈચ્છે તો સહકારી બેંકમાં કાયમી નોકરી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દીલીપ સંઘાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જેલમુકતિ બાદ પાયલ ઈચ્છે તો સહકારી બેંકમા કાયમી નોકરી કરી શકે છે.

આ પણ વાંચો: કચ્છની ધરા ફરી ધ્રુજી, ભૂકંપથી લોકોમાં ફફડાટ

કાયમી નોકરી આપવા થયો ઠરાવ
જેલમુકતિ બાદ પાયલ ઈચ્છે તો સહકારી બેંકમા કાયમી નોકરી આપવાનો ઠરાવ થયો હતો. અમરેલીના રાજકીય આગેવાનોએ સહકારી આગેવાન દીલીપ સંધાણીએ રજૂઆત કરી હતી. બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો છે. જેલમુકતિ બાદ પાયલ ઈચ્છે તો સહકારી બેંકમા કાયમી નોકરી આપવાનો ઠરાવ પાસ થયો છે. ભાવના ગોંડલીયાએ કહ્યું કે પાટીદાર દીકરીને ફરી સન્માન મળે અને પોતે આત્મનિર્ભર બને તેવો.