September 18, 2024

હવે તમે આ દેશમાં પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકશો

UPI Maldives: હાલમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે માલદીવમાં પણ UPI સેવા શરૂ કરવાની વાત કહી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને માલદીવે અહીં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) શરૂ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે આ કરાર માલદીવના પ્રવાસન ક્ષેત્ર પર ‘ખૂબ જ સકારાત્મક’ અસર કરશે.

MOU પર હસ્તાક્ષર કર્યા
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ વિશે જાણકારી આપી હતી. જેમાં લખવામાં આવ્યું કે હતું કે “નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને માલદીવ્સના આર્થિક વિકાસ અને વેપાર મંત્રાલય વચ્ચે માલદીવમાં (a) ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની રજૂઆત પર એમઓયુ પર હસ્તાક્ષર થયા છે.” માલદીવના પોતાના સમકક્ષ મુસા ઝમીરને મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જયશંકરે કહ્યું કે ભારતે તેના UPI દ્વારા ‘ડિજિટલ વ્યવહારોમાં ક્રાંતિ લાવી છે’.

આ પણ વાંચો: ITR ફાઇલ કર્યું નથી તો તમારી પાસે હવે રિટર્ન ફાઇલ કરવાનો આ છે વિકલ્પ

મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે
જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં નાણાકીય સમાવેશ નવા સ્તરે પહોંચી ગયો છે. આજે વિશ્વની 40 ટકા રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ આપણા દેશમાં થઈ રહી છે. માલદીવમાં આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે. તમને જણાવી દઈએ કે જયશંકરની મુલાકાતનો હેતુ માલદીવ સાથેના દ્વિપક્ષીય સંબંધોને પાટા પર લાવવાનો છે.