Paytm યુઝર્સ માટે ખુશખબર, 15 માર્ચ સુધી મળી રાહત
Paytm: પેટીએમ પેમેન્ટ બેંકને લઈને ફરી મોટા સમાચાર મળી રહ્યા છે. આરબીઆઈએ ડિપોઝિટ અને ક્રેડિટ લેવળ દેવળ માટે પેટીએમ પેમેન્ટ બેંકની સમયસીમાને વધારીને 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ કરવામાં આવી છે. મહત્વનું છેકે, આ પહેલા નેશનલ હાઈવે ઓથોરિટીએ પણ પેટીએમના ફાસ્ટેગનો સમાવેશ નહીં કરતા કંપની અને તેના ગ્રાહકોને બીજો મોટો ફટકો લાગ્યો હતો.
આ સેવાઓ થશે અસર
આ પહેલા આરબીઆઈ સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઈ પણ અન્ય બેંકિંગ સેવાઓ જેવા કે ફંડ ટ્રાન્સફર, બીબીપીઓયુ અને યુપીઆઈ સર્વિસ 29 ફેબ્રુઆરી પછી બંધ કરવામાં આવશે. કેન્દ્રીય બેંકે વન97 કમ્યુનિકેશન લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિડેટના નોડલ ખાતાઓ જલ્દીથી જલ્દી કોઈ પણ સ્થિતિમાં 29 ફેબ્રુઆરી 2024થી પહેલા બંધ કરવાના રહેશે. તેની જગ્યાએ હવે તેની સમયમર્યાદા વધારીને 15 માર્ચ 2024 કરવામાં આવી છે.
આ વાતનો છે ડર
પેટીએમ યુઝર્સને ડર છેકે તેમના પેટીએમ બેંક એકાઉન્ટમાં જો 29 ફેબ્રુઆરી પછી પણ પૈસા હશે તે તેને ઉપાડી નહી શકે. મહત્વનું છેકે, પેટીએમ બેંક એકાઉન્ટમાં 29 ફેબ્રુઆરી પછી જો પૈસા રહી ગયા હોય તો તેને ઉપાડી શકાશે. બસ એ અકાઉન્ટમાં પૈસા જમા નહીં થઈ શકે. જ્યારે હવે તે ખાતામાં પૈસા જમા કરાવવાની સમયસીમા વધારી દેવામાં આવી છે.
15 માર્ચ પછી પણ મળશે સુવિધા
આરબીઆઈના પેટીએમ બેંક પર કાર્યવાહી પછી યૂઝર્સને લાગી રહ્યું છેકે, 29 ફેબ્રુઆરી કે 15 માર્ચ પછી પેટીએમની બધી જ સર્વિસ બંધ થઈ જશે, પરંતુ એવું નથી. 15 માર્ચ પછી પણ પેટીએમ યુપીઆઈને કોઈ અસર નહીં થાય.